Gujarat Local Body Election 2026/ અમદાવાદના વાસણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના ઉમેદવાર લોકોના રોષનો ભોગ બન્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે અમદાવાદમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં નીકળી પડ્યા છે. હવે ચૂંટણી પ્રચારમાં નીકળી પડેલા શાસક પક્ષના મુરતિયાઓને લોકોના સવાલોનો સામનો કરવો ભારે પડી રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:  ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે શાસક પક્ષે ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધુ છે. અમદાવાદમાં શાસક પક્ષ જ્યાં-જ્યાં વિકાસ પહોંચાડવામાં સફળ રહ્યો નથી અથવા તો તેના અગાઉના કોર્પોરેટરે કામ કર્યું ન હોય તો નવા ચૂંટણી લડવા ઉતરેલા ઉમેદવારની કેવી સ્થિતિ થાય છે તેનો અનુભવ હવે શાસક પક્ષના મેદાનમાં ઉતરેલા નવા ઉમેદવારોને થવા લાગ્યો છે.

અમદાવાદના વાસણામાં ભાજપના મેહુલ શાહ સહિતના ઉમેદવારો પ્રચાર કરવા માટે ગયા હતા. પ્રચાર સમયે જ સ્થાનિકોએ તેમને ઘેરીને સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરતાં છેવટે ભાજપના ઉમેદવાર અને તેમની પ્રચાર ટીમે પ્રચાર અધૂરો મૂકીને પરત જવું પડ્યું હતું.

સ્થાનિક લોકોનો આરોપ હતો કે તેમનાં ત્યાં રોડ,ગટર, પાણી સહિતની સરકારી સગવડો કેવી છે તેની સુધ લેવા માટે કોઈ કોર્પોરેટર ફરક્યો પણ નથી. સ્થાનિકોએ ઉમેદવારને એવા અઘરા સવાલો પૂછ્યા હતા કે તેનો તેમની પાસે કોઈ જવાબ જ ન હતો. સોશિયલ મીડિયામાં આ પ્રકારનો આખો વિડીયો વાઇરલ થયો છે. આ બતાવે છે કે શાસક પક્ષ વિકાસના જે દાવા કરે છે તેના ફળો હજી સુધી બધા લોકો સુધી પહોંચ્યા નથી.તેના કારણે તેઓએ નવા ઉમેદવાર સમક્ષ તેમની નારાજગી વ્યક્ત કરી છે, જેથી તેમની વાત પર હવે જનસેવકોનુ ધ્યાન પડે.

લાંભાના પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડનો લોકોએ વિરોધ કર્યો છે. પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો એવા વરસી પડ્યા હતા કે કોર્પોરેટર પોતે ચાલતી પકડવી પડી હતી. લોકોનો કોર્પોરેટરને સવાલ હતો કે અમે પાંચ-પાંચ વર્ષથી પીવાના પાણીની સમસ્યા ભોગવીએ છીએ તો તમે ત્યારે ક્યાં હતા. તમે અમારી આ સમસ્યાના ઉકેલ માટે શું કર્યુ, તમે અમારી આ સમસ્યાના મુદ્દે તંત્ર સમક્ષ કેટલી રજૂઆત કરી. અમારા સમર્થનમાં કેટલા ધરણા કર્યા.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા