Vav-Tharad News: વાવથરાદમાં કોંગ્રેસના આગેવાન ઠાકરસિંહ રબારીએ શાસક પક્ષ ભાજપ અને તેના આગેવાનોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નું આયોજન થઈ રહ્યુ છે. આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે કે કોંગ્રેસ અને પોલીસ વચ્ચેની છે. જો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી હોય તો પોલીસને કેમ આગળ કરો છો. ચૂંટણી લડવા માટે કોંગ્રેસનો પ્રતિકાર કરવાની તાકાત ભાજપે ગુમાવી દીધી છે કે તેણે પોલીસને આગળ કરવી પડે છે.
તેમણે જણાવ્યું હતું કે શાસક પક્ષમાં તાકાત હોય તો સીધા મેદાનમાં આવી જાય, પોલીસને આગળ કરીને પ્રહાર ન કરે. પોલીસને પોલીસનું કામ કરવા દેવામાં આવે. આ ચૂંટણીસંગ્રામ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જ છે. તેથી તે બંને જ લડે. તેમા પોલીસ જેવી સરકારી મશીનરીએ વચ્ચે પડવાની જરૂર નથી. રાજકીય પક્ષોની વાત રાજકીય પક્ષો જ પતાવે, બીજી કોઈપણ સરકારી મશીનરીનો તેમા ઉપયોગ કરવામાં ન આવે.
તેમનો દાવો છે કે રાજકીય પક્ષો તેમના વચ્ચેનો જંગ તેઓ પોતે જ પૂરો કરે તે જરૂરી છે. આ મટે પોલીસ જેવા તંત્રને વચ્ચે લાવીને તેમને ભીડાવી દેવાની કોઈ જરૂર નથી. સરકારી મશીનરીની વચ્ચે લાવવાના કારણે વાત કારણ વગરની વધી જાય છે, જ્યારે તેમા ફક્ત ચૂંટણી સમયના ગરમાવાને બાદ કરતાં કશું જ વિશેષ હોતું નથી. તેથી ભાજપ પણ આ વાત સારી રીતે યાદ રાખી લે. સીધા અમારી સાથે લડે, બીજા કોઈને વચ્ચે ન લાવે.
આ પણ વાંચો: સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હોબાળો
આ પણ વાંચો: સુરત વોર્ડ-3માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ
આ પણ વાંચો: પાલનપુરમાં કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસનો જ વિરોધ
