Lifestyle: આયુર્વેદમાં ડુંગળીની તાસીર અર્થાત્ પ્રકૃતિને ઠંડી માનવામાં આવે છે. ડૉક્ટર્સનું પણ મંતવ્ય છે કે ડુંગળી ખાવાથી લૂ લાગવાનું જોખમ ઘણા અંશે ઓછું થઇ જાય છે. ગરમ ઋતુમાં કાચી ડુંગળી (Raw Onion) હૅલ્થ માટે ઘણી જ કારગર સિદ્ધ થાય છે.
હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને દિન-પ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે અને લોકોનું ઘરેથી નીકળવું કઠિન બની ગયું છે! એપ્રિલ-મે મહિનામાં ઘણા બધા લોકો ઉનાળાની તીવ્ર ગરમી (Summer Heatwave)ની અસરના કારણે માંદા પડતા જોવા મળે છે. આ સંજોગોમાં જો તમે તમારા આહાર (Diet) અને દિનચર્યામાં ઋતુ અનુસાર, જરુરી ફેરફારો કરી શકો તો તમારું સ્વાસ્થ્ય બહેતર રહેશે.
આયુર્વેદ (Ayurveda)માં ડુંગળીની તાસીર અર્થાત્ પ્રકૃતિને ઠંડી માનવામાં આવે છે. ડૉક્ટર્સનું પણ મંતવ્ય છે કે, ડુંગળી ખાવાથી લૂ (Heat Stroke) લાગવાનું જોખમ ઘણા અંશે ઓછું થઇ જાય છે. ગરમ ઋતુમાં કાચી ડુંગળી હૅલ્થ માટે ઘણી જ કારગર સિદ્ધ થાય છે. તેનું સેવન કરવાથી શરીર અંદરથી ઠંડક અનુભવે છે અને એના ઇલેક્ટ્રોલાઇટ્સ સંતુલિત રહે છે.
ડુંગળીને તમે અનેક રીતે ખાઇ શકો છો. તમે ડુંગળીનો સલાડ બનાવીને, ચટણી બનાવીને, રસ કાઢીને કે પછી એને શેકીને પણ ખાઇ શકો છો. પરંતુ, એ જાણવું આવશ્યક છે કે, ગરમીમાં કઇ ડુંગળી ખાવી જોઇએ?

લાલ કાચી ડુંગળી ગરમીથી કરે રક્ષણ (Red Raw Onion Health Benefits)
સલાડમાં તમે લાલ રંગની ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આ ડુંગળી વધારે પોષક તત્વો ધરાવે છે અને ઉનાળામાં લાલ ડુંગળીના સેવનથી હીટ સ્ટ્રોક લાગવાનું જોખમ ઓછું થઇ જાય છે. તમને કદાચ ખબર હશે કે, દાદીમા-નાનીમાના જમાનામાં લોકો લાલ ડુંગળીને ટુકડા કરીને માથા પર બાંધીને પછી તાપમાં બહાર જવા માટે ઘરેથી નીકળતા હતા! આમ કરવાથી પણ લૂ લાગવાનું જોખમ ઓછું થઇ જાય છે.
લાલ ડુંગળીમાં ક્વેરસેટિન (Quercetin) નામનું ઘટક હોય છે જેમાં એન્ટી-હિસ્ટામાઇનનો પ્રભાવ જોવા મળે છે. ડુંગળીમાં વૉલટાઇલ ઑઇલ (Volatile Oil) પણ હોય છે જે ગરમીની સિઝનમાં શરીરને અંદરથી ઠંડુ રાખે છે. કાચી ડુંગળી ખાવાથી ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપની આપૂર્તિ થાય છે.

ડુંગળી ખાવાના ફાયદા
ગરમ ઋતુમાં સલાડના સ્વરુપે ડુંગળીનું અવશ્ય સેવન કરવું જોઇએ. ડુંગળીમાં પાણીની માત્રા વધુ હોય છે જેથી શરીર હાઇડ્રેટેડ રહે છે. આ ઉપરાંત, એમાં પોટેશિયમ જેવા જરુરી ઇલેક્ટ્રોલાઇટ્સ (Electrolytes) પણ પ્રાપ્ત થાય છે જેથી શરીરનું પીએચ લેવલ (PH Level) પણ સંતુલિત રહે છે. આ ઉપરાંત, ડુંગળીમાં ક્વેરસેટિન, સલ્ફર, ફ્લેવોનોઇડ્સ, ફેનોલિક અને વિટામિન સી (Vitamin C) તથા એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરને સ્વસ્થ અને ઠંડુ રાખવામાં સહાયક બને છે.

ડુંગળીને શી રીતે ખાઇ શકાય?
ડુંગળીને અનેક પ્રકારે ખાઇ શકાય છે. લોકો શાકમાં મિક્સ કરીને રાંધીને તો ડુંગળી ખાતા જ હોય છે પણ જો તમે ઉનાળાની કાળઝાળ ગરમીથી પોતાનું રક્ષણ કરવા માગતા હો તો સલાડના રુપે ડુંગળીનું સેવન શ્રેષ્ઠ રહેશે. તમે લંચ કે ડિનરમાં કાચી ડુંગળી ભોજન સાથે ખાઇ શકો છો. તમે ડુંગળીનો સલાડ બનાવીને, ચટણી બનાવીને, રસ કાઢીને કે પછી એને શેકીને પણ ખાઇ શકો છો. આ ઉપરાંત, સેન્ડવીચ (Sandwich)માં કાચી ડુંગળીના પીતા કરી એમાં ઉમેરીને ખાઇ શકો છો. આમ કરવાથી ટેસ્ટ પણ સરસ લાગશે અને હૅલ્થ પણ સારી રહેશે.

લૂ લાગે ત્યારે ડુંગળીનો રસ ફાયદાકારક
જો તમને કાચી ડુંગળી પસંદ ન હોય તો એનો રસ કાઢીને પણ તમે પી શકો છો. ડુંગળીના રસ (Onion Juice)ને પાણીમાં મિક્સ કરીને પીવાથી એટલો જ ફાયદો મળે છે જેટલો કાચી ડુંગળી ખાવાથી!
ગરમીમાં બહાર જતા પહેલા વાળમાં કાચી ડુંગળીનો રસ પણ તમે લગાવી શકો છો. તડકામાં ફરીને ઘરે આવ્યા બાદ સમારેલી ડુંગળી કે એના રસને છાતી, માથા પર અને કાનની પાછળના ભાગે લગાવી દેવો. આમ કરવાથી જેને માથા પર ગરમી ચડી ગઈ હોય એવા દર્દીને ઘણી જ રાહત મળશે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: કાચી કેરીનો બાફલો કેવી રીતે બનાવશો? ઉનાળાની ગરમીમાં શરીરમાં ટાઢક વ્યાપી જશે..શીતળ રેસિપી!
આ પણ વાંચો: ગરમીમાં પીઓ ઠંડુ-ઠંડુ પાન શરબત….પાચન માટે સર્વોત્તમ…વિશેષ ઉનાળુ ડ્રિંક રેસિપી…
