Gujarat Local Body Election Results 2026/ વલસાડ જિલ્લામાં BJPનો જોરદાર દબદબો

નાનાપોંઢા તાલુકા પંચાયતમાં ભાજપે (BJP) 14 બેઠકો જીતેલી છે, જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે

Gujarat
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ એકતરફી દબદબો જમાવ્યો છે

Gujarat Local Body Election Results 2026/ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ એકતરફી દબદબો જમાવ્યો છે. નગરપાલિકા હોય કે જિલ્લા અને તાલુકા પંચાયતો—દરેક સ્તરે ભાજપે મજબૂત પ્રદર્શન કરીને પોતાની રાજકીય પકડ વધુ મજબૂત બનાવી છે.

ઉમરગામ નગરપાલિકામાં ભાજપે 19 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસને અહીં 8 બેઠકો મળી છે, જ્યારે 1 બેઠક અપક્ષના ખાતામાં ગઈ છે. આ પરિણામોથી નગરપાલિકામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ થયું છે.

જિલ્લાની રાજકીય દિશા હવે ભાજપ(BJP) તરફ વધુ મજબૂત બની રહી છે

જિલ્લા પંચાયત સ્તરે પણ ભાજપે(BJP) જોરદાર જીત નોંધાવી છે. વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો જીતતા સત્તા પર મજબૂત કબજો જમાવ્યો છે. કોંગ્રેસ માત્ર 2 બેઠકો સુધી સીમિત રહી છે, જ્યારે 1 બેઠક અપક્ષને મળી છે. જિલ્લાની રાજકીય દિશા હવે ભાજપ તરફ વધુ મજબૂત બની રહી છે.

તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો છે. જિલ્લાના 6 તાલુકા પંચાયતોની કુલ 150 બેઠકોમાં ભાજપે નોંધપાત્ર જીત મેળવી છે. વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો જીતતા લગભગ ક્લીન સ્વીપ જેવી સ્થિતિ સર્જી છે, જ્યારે કોંગ્રેસ અહીં ખાલીહાથ રહી છે અને અપક્ષને 1 બેઠક મળી છે.

પારડી તાલુકા પંચાયતમાં ભાજપે તમામ 22 બેઠકો જીતતા સંપૂર્ણ વિજય મેળવ્યો છે, જે પક્ષ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાઈ રહી છે. ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપે 13 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

નાનાપોંઢા તાલુકા પંચાયતમાં ભાજપે (BJP) 14 બેઠકો જીતેલી છે, જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે. કપરાડા તાલુકા પંચાયતમાં ભાજપે 11 બેઠકો મેળવી છે, જ્યારે કોંગ્રેસ 2 બેઠકો સુધી સીમિત રહી છે.

હાલांकि, ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે થોડું પ્રભુત્વ બતાવતા 5 બેઠકો જીતી છે, જ્યારે ભાજપને 4 બેઠકો મળી છે અને 1 બેઠક અપક્ષને ગઈ છે.

કુલ મળીને, વલસાડ જિલ્લામાં ભાજપે વ્યાપક અને પ્રભાવશાળી જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ કેટલીક જગ્યાએ પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહી છે. આ પરિણામો આગામી રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા

આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યુ, કોંગ્રેસની આખી પેનલ જીતી