World News/ Hormuz તણાવથી તેલના ભાવમાં ઉછાળો

US State Departmentએ ગુપ્ત રાજદ્વારી સંદેશ મારફતે અનેક દેશોને હોર્મુઝ (Hormuz)માર્ગમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવા અપીલ કરી

Top Stories World
Strait of Hormuzમાં અવરજવર ખોરવાતા વિશ્વના ઊર્જા પુરવઠા પર સીધી અસર પડી રહી છે

World News : હોર્મુઝ જળમાર્ગમાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં ભારે ઉછાળો નોંધાયો છે. અહેવાલો મુજબ ક્રૂડ ઓઇલના ભાવ ચાર વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી પ્રતિ બેરલ આશરે 126 ડોલર સુધી ચઢ્યા છે. હોર્મુઝમાં અવરજવર ખોરવાતા વિશ્વના ઊર્જા પુરવઠા પર સીધી અસર પડી રહી છે.

Iranએ દાવો કર્યો છે કે અમેરિકાની નાકાબંધી છતાં તેના તેલ ઉત્પાદન પર ખાસ અસર નથી પડી, પરંતુ વૈશ્વિક બજારમાં ભાવ વધુ વધી શકે છે અને તે 140 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બીજી તરફ United States વધતા ભાવોને લઈને ચિંતિત બન્યું છે.

હોર્મુઝ (Hormuz)માર્ગમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવા અપીલ

માહિતી મુજબ US State Departmentએ ગુપ્ત રાજદ્વારી સંદેશ મારફતે અનેક દેશોને હોર્મુઝ માર્ગમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવા અપીલ કરી છે. આ બાબતનો ખુલાસો Reutersના અહેવાલમાં થયો છે.

ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર બન્યો છે. 28 ફેબ્રુઆરીના હુમલાઓ બાદ શરૂ થયેલા તણાવને કારણે મહત્વપૂર્ણ જળમાર્ગ હજુ સુધી સંપૂર્ણ રીતે ખુલ્લો નથી, જેના કારણે વિશ્વના આશરે 20 ટકા તેલ-ગેસ પુરવઠા પર અસર પડી રહી છે. આ સ્થિતિએ વૈશ્વિક અર્થતંત્ર પર પણ દબાણ વધાર્યું છે.

આ પરિસ્થિતિ વચ્ચે Donald Trumpએ સોશિયલ મીડિયા પર કડક નિવેદન આપતા જણાવ્યું કે ઈરાન સાથેના મુદ્દે વધુ કડક વલણ અપનાવવાની જરૂર છે. તેમણે આપેલી પોસ્ટમાં તેમની આક્રમક છબી પણ દર્શાવવામાં આવી હતી, જે હાલ ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો : ઈરાન – અમેરિકા યુધ્ધે તારાજી વેરી, યુધ્ધની ભયાવહ તસવીરોએ દુનિયાને કંપાવી

આ પણ વાંચો : રશિયાએ પણ ઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં ઝંપલાવ્યું, અમેરિકાને ધમકી આપી, શું કહ્યું?

આ પણ વાંચો : “મોડું થાય તે પહેલાં સાવચેત”,ટ્રમ્પનો ઈરાન પર પ્રહાર