GODHRA NEWS/ ગોધરામાં અશ્લીલ ફોટાની ધમકીથી પરિણીતાનો આપઘાત

અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકીઓ અને બ્લેકમેલિંગથી કંટાળી પરિણીતાએ આપઘાત(Suicide)નું પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે

Gujarat Others
ગોધરાના બામરોલી રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં 28 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide)કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

Godhra News : ગોધરાના બામરોલી રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં 28 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide)કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકીઓ અને બ્લેકમેલિંગથી કંટાળી પરિણીતાએ આપઘાત(Suicide)નું પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

ઘરમાં પંખે લટકી મળી લાશ, સુસાઈડ નોટ મળી

મૃતક ગાયત્રી રાવળે પોતાના ઘરમાં ઓઢણી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન એક સુસાઈડ નોટ પણ કબજે લીધી છે. આ નોટ કેસની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કાકા સસરા પર ગંભીર આક્ષેપ

મૃતકના પતિ સચિનકુમાર રાવળે આરોપ લગાવ્યો છે કે, તેમના જ સગા કાકા કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળ પરિણીતાને અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમયથી બ્લેકમેલ કરતા હતા. આ માનસિક ત્રાસને કારણે જ ગાયત્રીબેનને આપઘાત કરવા મજબૂર થવું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું.

પરિજનોમાં આક્રોશ, ન્યાયની માંગ ઉઠી

ઘટના બાદ પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. સ્વજનોએ પોલીસ પાસે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે અને આરોપી સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે.

બે સંતાનો બન્યા માતા વિહોણા

મૃતક પોતાના પાછળ પતિ અને બે સંતાનોને છોડી ગઈ છે. 11 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી માતાના અકાળે નિધનથી અનાથ જેવી સ્થિતિમાં આવી ગયા છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને સુસાઈડ નોટ તથા પરિવારજનોના આક્ષેપોના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો : પત્નીના આડા સંબંધોથી કંટાળી પતિનો આપઘાત

આ પણ વાંચો : મેઘાણીનગરમાં યુવકનો આપઘાત

આ પણ વાંચો : મહેસાણાની મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં BSC નર્સિંગની વિદ્યાર્થિનીનો આપઘાત