Palanpur News: પાલનપુરના કુંભલમેરમાં પત્નીની હત્યા કરનારો પતિ ઝડપાયો છે. રાજસ્થાનનું દંપતી કુંભલમેરમાં ખેતરમાં ભાગ રાખીને રહેતુ હતુ. ઘરકંકાસમાં પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા બાદ પતિ ચાર સંતાનોને લઈને ફરાર થયો હતો. ગઢ પોલીસ અને એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી.
આમ પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી હતી અને મહિલાના મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે મોબાઇલ ફોનના લોકેશનના આધારે તેને ટ્રેસ કરી લીધો હતો. આરોપીએ ઘણા સમય સુધી મોબાઇલ ફોનનું લોકેશન ઓફ રાખ્યું હતું, પરંતુ જ્યારે તેણે લોકેશન ઓન કર્યુ ત્યારે પોલીસને તેના સગડ મળી ગયા હતા. તેના પછી પોલીસે બાતમીદારોની જાળ બીછાવી હતી અને એક પછી એક અંકોડા મેળવીને તેનુ ટ્રેસિંગ શરૂ કર્યુ હતું.
પોલીસે પહેલાં તે તેની પત્નો મૃતદેહ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલી આપ્યો હતો. તેના પરથી તેની હત્યા કઈ રીતે થયો હોવાનો અંદાજ આવ્યો હતો. હત્યા પછી તેનો પતિ ગુમ હોવાથી પોલીસનો તેના પરનો શક મજબૂત બન્યો હતો. પોલીસને લગભગ વિશ્વાસ આવી જ ગયો હતો કે તેના પતિએ જ તેની હત્યા કરી છે, તેથી પોલીસ તેની તલાશ માટે સીસીટીવી ફૂટેજથી લઈને તેના સગાસંબંધીઓ અને મિત્રવર્તુળ સુધીના લોકોને ટ્રેસ કર્યા હતા. તેના પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય મૃતક મહિલાના કુટુંબીજનોએ પણ પોલીસને બધી જાણકારી પૂરી પાડીને મદદ કરી હતી.
આ પણ વાંચો: પાલનપુરમાં મોટાભાઈએ નાના ભાઈની કરી હત્યા
આ પણ વાંચો: પાલનપુર-અમદાવાદ હાઇવે પર યુવકની હત્યા, CCTV ફૂટેજ સામે આવ્યા, 3 મિનિટમાં હુમલો કરી આરોપીઓ ફરાર
આ પણ વાંચો: પાલનપુર ડીસા હાઇવે પર હત્યા કરી લૂંટ કરાઈ
