National News : ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા નંબરથી આવતાં કોલ્સમાં નોંધપાત્ર વધારો થયો છે. Truecallerના તાજેતરના રિપોર્ટ મુજબ ભારત હવે વિશ્વમાં સ્પેમ (Spam Calls)અને ફ્રોડ કોલ્સથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 5મા ક્રમે પહોંચી ગયું છે. દેશમાં સ્પેમ ઇન્ટેન્સિટી 66% સુધી પહોંચી જતા લોકોમાં ચિંતા વધી છે.
2025ના આંકડાઓ મુજબ દુનિયાભરમાં 68 અબજથી વધુ સ્પેમ(Spam Calls) અને ફ્રોડ કોલ્સ નોંધાયા હતા
2025ના આંકડાઓ મુજબ દુનિયાભરમાં 68 અબજથી વધુ સ્પેમ અને ફ્રોડ કોલ્સ નોંધાયા હતા, જેમાં ભારતનો મોટો ફાળો છે. એટલે કે, અજાણ્યા નંબરથી આવતો દરેક કોલ સાચો હોવાની શક્યતા ઓછી અને સ્પેમ અથવા ઠગાઈનો હોવાની શક્યતા વધુ છે.
ટેલિમાર્કેટિંગ બન્યું મુખ્ય કારણ
ભારતમાં સ્પેમ કોલ્સ(Spam Calls)નો મોટો હિસ્સો ટેલિમાર્કેટિંગથી આવે છે.
- 36% કોલ્સ પ્રોડક્ટ્સ અને સર્વિસીસના પ્રચાર માટે થાય છે
- 18% કોલ્સ લોન, ક્રેડિટ કાર્ડ અને રોકાણ સંબંધિત હોય છે
- 12% કોલ્સ સીધી ઠગાઈ સાથે જોડાયેલા હોય છે
આ આંકડાઓ બતાવે છે કે આક્રમક માર્કેટિંગ અને નાણાકીય ફ્રોડ સ્પેમ કોલ્સ(Spam Calls) પાછળના મુખ્ય કારણો છે.
વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન
સ્પેમ કોલ્સથી પ્રભાવિત દેશોમાં ભારત 5મા ક્રમે છે. ભારતથી આગળ ઇન્ડોનેશિયા, ચિલે, વિયેતનામ અને બ્રાઝિલ છે.
સ્પેમ કોલ્સ કેમ જોખમી?
સ્પેમ કોલ્સ(Spam Calls) માત્ર તકલીફજનક નથી, પરંતુ ખતરનાક પણ બની શકે છે. ઘણા કેસોમાં ઠગાઈ, ફિશિંગ અને નાણાકીય છેતરપિંડી જેવા ગુનાઓ જોડાયેલા હોય છે.
સુરક્ષિત રહેવા માટે સૂચનો
- અજાણ્યા નંબરના કોલ્સ ઉઠાવવાનું ટાળો
- કોલર આઈડી એપનો ઉપયોગ કરો
- ફોન પર વ્યક્તિગત અથવા બેન્કિંગ માહિતી શેર ન કરો
- સ્પેમ નંબરની ફરિયાદ કરો
ભારતમાં વધતા સ્પેમ કોલ્સ એ ડિજિટલ યુગમાં વધતા ખતરાનો સ્પષ્ટ સંકેત છે. નિષ્ણાતોના મત મુજબ, આ સમસ્યાને કાબૂમાં લેવા માટે કડક નિયમો અને અસરકારક અમલ ખૂબ જરૂરી બન્યો છે. ત્યાં સુધી, દરેક કોલ પહેલાં સાવચેત રહેવું જ સૌથી મોટી સુરક્ષા છે.
