Bharuch News/ ભરૂચમાં કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો

મરણના દાખલા માટે રૂ.60,000 ની લાંચ (Bribe) લેતા ACB ની જાળમાં ફસાયો

Gujarat Others
ભરૂચ (Bharuch)ના દહેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ (Constable) કીરપાલસિંહ જગદીશભાઈ સોલંકીએ મરણના દાખલા સંદર્ભે એક વ્યક્તિ પાસેથી રૂ.60,000 ની લાંચ (Bribe) માંગી હતી

Bharuch News : ભરૂચ (Bharuch)ના દહેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ (Constable) કીરપાલસિંહ જગદીશભાઈ સોલંકીએ મરણના દાખલા સંદર્ભે એક વ્યક્તિ પાસેથી રૂ.60,000 ની લાંચ (Bribe) માંગી હતી. આ અંગે ફરિયાદીએACB માં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ જાળ બિછાવી કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લીધો હતો. 

આ કેસની વિગત મુજબ ફરીયાદીને દહેજ ખાતેની ખાનગી કંપનીમાં બાંધકામનુ કામ ચાલતુ હતુ, ગઈ તા.18/01/2026ના રોજ ફરીયાદીના મિત્રનો ફોન આવેલ અને જણાવેલ કે, “સ્ટાફના એક વ્યક્તિનુ હાર્ટ એટેક આવતા તેઓને સારવાર અર્થે જોલવા ગામમાં દવાખાનામાં લઈ ગયેલ હતા, જ્યા સારવાર દરમિયાન તેઓને મરણ જાહેર કરાયા હતા.

જે અંગે દહેજ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ થયેલ જે અકસ્માત મોતની તપાસ ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કીરપાલસિંહ જગદીશભાઈ સોલંકી કરતા હતા. બાદમાં તેઓના પરીવારના સભ્યોને મરણના દાખલાની જરૂરત હોવાથી દહેજ ગ્રામ પંચાયતમાં જતા તલાટીએ અકસ્માત મોતની જાહેરાત તથા પી.એમ.નોટની કોપી માંગી હતી,

જે લેવા માટે આ કામના આરોપી કિરપાલસિંહનો સંપર્ક કરતા તેઓએ અકસ્માત મોતની જાહેરાત તથા પી.એમ.નોટની કોપી આપવાના રૂ.1,00,000ની લાંચની માંગણી કરી હતી. જે અંગે રકઝક કરતા અંતે રૂ.70,000 લેવાના નક્કી થયા હતા.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACB નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે “વડદલા બીટ”ની ચેમ્બરમાં દહેજ પોલીસ સ્ટેશન, જી.ભરૂચ. લાંચ (Bribe)ના છટકાનુ આયોજન કરાયું હતું. જે ટ્રેપ દરમિયાન ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.70,000ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ.60,000 લાંચ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો.


આ પણ વાંચો : બનાસકાંઠામાં ACBની મોટી કાર્યવાહી, તલાટી 15 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

આ પણ વાંચો : બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ACBની સફળ ટ્રેપ,ASI,ખાનગી વ્યક્તિ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

આ પણ વાંચો : ભાવનગરમાં લાંચ કેસમાં ફાયર ઓફિસર સહિત બે ઝડપાયા