Ahmedabad News/ અમદાવાદમાં બે હિટ એન્ડ રન, 2ના મોત

અમદાવાદ શહેરમાં બે અલગ અલગ હિટ એન્ડ રન (Two Hit And Run) અકસ્માતોમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad) શહેરમાં બે અલગ અલગ હિટ એન્ડ રન (Two Hit And Run) અકસ્માતોમાં બે લોકોએ જીવ ગુમાવ્યો (Two Dead) છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad) શહેરમાં બે અલગ અલગ હિટ એન્ડ રન અકસ્માતોમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. સાબરમતી અને એરપોર્ટ રોડ વિસ્તારમાં પૂરઝડપે દોડતી કારોએ સર્જેલા અકસ્માતોમાં 21 વર્ષીય યુવક અને 76 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. પોલીસે એક કેસમાં આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા કેસમાં ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં બે અલગ અલગ હિટ એન્ડ રન (Two Hit And Run)નાં બનાવ

સાબરમતી વિસ્તારમાં બનેલી ઘટનામાં રેલવે કોલોનીમાં રહેતો 21 વર્ષીય અંકિત પટેલ પોતાના મિત્રો જસવંત અને ગૌતમ સાથે એક્ટિવા પર જઈ રહ્યો હતો. ત્યારે જનપથ ત્રણ રસ્તા પાસે વિસત તરફથી પૂરઝડપે આવેલી કારએ તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય મિત્રો રસ્તા પર પટકાયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન અંકિત પટેલનું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ કેસમાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને 24 વર્ષીય કારચાલક વેદાંત ગૌતમની ધરપકડ કરી છે. આરોપી વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી વોટર લીલી સોસાયટીમાં રહેતો હોવાનું અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ એરપોર્ટ રોડ પર બનેલી ઘટનામાં ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતા 76 વર્ષીય જગદીશભાઈ સાંજે વોકિંગ માટે નીકળ્યા હતા. ઈન્દિરાબ્રિજ સર્કલથી હાંસોલ તરફ જતા આઈકોનિક રોડ પર મહાકાળી મંદિર પાસે રોડ ક્રોસ કરતી વખતે પૂરઝડપે આવેલી કારએ તેમને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક ચિરાગ વાછાણી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદ  શહેરમાં વધતા હિટ એન્ડ રનના બનાવોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં બલોલનગર બ્રીજ પર ગંભીર અકસ્માત, બાઇકચાલક પુલ પરથી નીચે પડતા ગંભીર

આ પણ વાંચો : છાપરામાં ભયાનક માર્ગ અકસ્માત, લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલી ઓર્કેસ્ટ્રા ટીમમાં 4નાં મોત, 6 ગંભીર ઘાયલ

આ પણ વાંચો : પંચમહાલમાં એક્સપ્રેસ વે પર અકસ્માતમાં ત્રણનાં મોત