Ahmedabad News/ AMC સ્કૂલના બાળકો હવે જાપાનની યામાહા કંપની પાસે શીખશે સંગીત, જાણો સંપૂર્ણ વિગત

Ahmedabad Municipal School Music Training: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને જાપાનની Yamaha કંપની વચ્ચે કરાર. 24 શાળાઓના 1,692 બાળકોને મફત મ્યુઝિકલ કિટ અને આંતરરાષ્ટ્રીય તાલીમ અપાશે. વાંચો વિગતો.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Municipal School Music Training

Ahmedabad Municipal School Music Training: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક અને સુવર્ણ તક સામે આવી છે. હવે સરકારી શાળાના બાળકો પણ ખાનગી શાળાઓની જેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરની સંગીત તાલીમ મેળવી શકશે. AMC સ્કૂલ બોર્ડ અને જાપાનની જગવિખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદક કંપની ‘યામાહા’ (Yamaha) વચ્ચે આ અંગે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.

Ahmedabad : 24 શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ

આ પ્રોજેક્ટની શરૂઆત પાયલોટ બેઝ પર કરવામાં આવી છે. જેમાં અમદાવાદની 24 મ્યુનિસિપલ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના કુલ 1,692 વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કામાં પ્રોફેશનલ મ્યુઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોમાં છુપાયેલી કલા અને સંગીતની પ્રતિભાને વૈશ્વિક મંચ મળશે.

કિટમાં શું મળશે? બધું જ તદ્દન મફત!

વિદ્યાર્થીઓને સંગીત શીખવામાં કોઈ આર્થિક ભાર ન પડે તે માટે AMC અને યામાહા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પસંદ થયેલા તમામ 1,692 વિદ્યાર્થીઓને નીચે મુજબની કિટ મફત અપાશે:

આધુનિક રેકોર્ડર: સંગીત શીખવા માટેનું પ્રોફેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ.

સ્પેશિયલ બુક સેટ: સંગીતની થીયરી અને પ્રેક્ટિસ માટેના પુસ્તકો.

સર્વાંગી વિકાસ પર ભાર

AMC સ્કૂલ બોર્ડનો મુખ્ય હેતુ બાળકોનો માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ સર્વાંગી વિકાસ કરવાનો છે. સંગીત શીખવાથી બાળકોમાં એકાગ્રતા વધશે અને તેઓ ભવિષ્યમાં કલાના ક્ષેત્રમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકશે. સરકારી શાળાઓના સ્તરને ઊંચું લાવવા માટે આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો: AMC ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ ફરજિયાત, જાણો કમિશનરનો નવો નિયમ

આ પણ વાંચો: AMC એ જાહેર કર્યું ‘ઓરેન્જ એલર્ટ’, તાપમાન પહોંચશે 45 ડિગ્રીને પાર

આ પણ વાંચો: અમદાવાદનો નવો મેયર કોણ? AMCમાં સત્તાના ટોચના પદ માટે દોડ તેજ