Anand News/ આણંદથી વડોદરા આવતી ટ્રેનમાં યુવા તબીબનું મોત

આણંદથી વડોદરા આવતી ટ્રેનમાં યુવા તબીબનું મોત થયું છે. ફાજલપુર નજીક મહીસાગર નદીમાં પટકાતા આણંદના યુવા મોત નીપજ્યું છે.

Top Stories Gujarat Others Breaking News

Anand News: આણંદથી વડોદરા આવતી ટ્રેનમાં યુવા તબીબનું મોત થયું છે. ફાજલપુર નજીક મહીસાગર નદીમાં પટકાતા આણંદના યુવા મોત નીપજ્યું છે. મૃતક બીએએમએસ ડોક્ટર જૈનિશકુમાર પટેલ હોવાનું ખૂલ્યું છે. સ્થાનિકોની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.  અકસ્માત કે આત્મહત્યા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. નંદેસરી પોલીસે મૃતદેહનો કબ્જો લઈને કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસે મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો

પોલીસે આ ઉપરાંત મૃતકનો મોબાઇલ ફોન પણ કબ્જે લીધો છે. તેના આધારે પોલીસને આશા છે કે તે અકસ્માત મૃત્યુ પામ્યો છે કે તેણે આત્મહત્યા કરી છે તેની વિગત મોબાઇલ ફોન પરથી કબ્જે મળશે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ પરથી પણ ખબર પડશે કે તે ટ્રેનમાં બેઠો હોય અને તેને ચક્કર કે કંઈ આવ્યું હોય અને તે પડી ગયો હોય તેનાથી તેનું મોત થયું નથીને.

આ ડોક્ટરના પત્ની પણ ફિઝિયોથેરપિસ્ટ છે. તેમના સંતાનમાં ત્રણ મહિનાનો દીકરો છે. આમ નાની વયે ડોક્ટરના મોતના કારણે શોકનું મોજું ફરી વળ્યું છે. આખા કુટુંબમાં રોક્કળ ચાલે છે. માતા આઘાતની મારી સ્તબ્ધ છે અને પત્નીની આંખમાં આંસુ સૂકાતા નથી. ત્રણ મહિનાના બાળકને તો ખબર જ નથી કે તેણે છત્રછાયા ગુમાવી દીધી છે.


આ પણ વાંચો: આણંદ-તારાપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 શ્રમિકોના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો: આણંદના વાસદ-બોરસદ હાઈવે પર ભીષણ અકસ્માત, ટ્રક-પીકઅપ અથડાતા બેના મોત

આ પણ વાંચો: આણંદ-તારાપુર હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણના કરુણ મોત