Gujarat News/ ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર’માં ગુજરાતને ઝટકો, એક પણ ગ્રામ પંચાયત પસંદ ન થતા ઉઠ્યા સવાલ

કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર-2025’ (National Panchayat Award 2025) માટે દેશની 42 ગ્રામ પંચાયતો પસંદ થઈ છે, પરંતુ ગુજરાતની એક પણ ગ્રામ પંચાયત આ યાદીમાં સ્થાન મેળવી શકી નથી. આ મુદ્દે હવે વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે.

Top Stories Gujarat Others Breaking News
National Panchayat Award 2025: રાષ્ટ્રીય પંચાયત એવોર્ડમાં ગુજરાતનું નામ ગાયબ

Gujarat News: કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર-2025’ (National Panchayat Award 2025)માં ગુજરાતની એક પણ ગ્રામ પંચાયત સ્થાન મેળવી શકી નથી. દેશભરની કુલ 42 ગ્રામ પંચાયતોને વિવિધ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતનું નામ સમગ્ર યાદીમાંથી ગાયબ રહેતા હવે ગ્રામ વિકાસ અને સુશાસનના દાવાઓ પર ચર્ચા શરૂ થઈ છે.

National Panchayat Award 2025: 42 ગ્રામ પંચાયતોને મળશે રાષ્ટ્રીય સન્માન

પંચાયતી રાજ મંત્રાલયે દેશની 42 ગ્રામ પંચાયતો (National Panchayat Award 2025)ને તેમના વિકાસકાર્યો અને સુશાસનના આધારે પસંદ કરી છે. જેમાંથી 34 પંચાયતોને ‘દીન દયાલ ઉપાધ્યાય પંચાયત વિકાસ પુરસ્કાર’ અને 8 પંચાયતોને ‘નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત વિકાસ પુરસ્કાર’ આપવામાં આવશે.આ પસંદગી માટે ગ્રામ પંચાયતોની કામગીરીનું મૂલ્યાંકન સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સુશાસન જેવા માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું. પસંદ થયેલી પંચાયતોને સન્માન સાથે કરોડો રૂપિયાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

ગુજરાતની એકેય પંચાયત કેમ પસંદ ન થઈ?

મહત્ત્વની વાત એ છે કે ગુજરાતની એક પણ ગ્રામ પંચાયત (National Panchayat Award 2025) આ યાદીમાં સ્થાન મેળવી શકી નથી. આરોગ્ય સુવિધા, કુપોષણ, પીવાનું પાણી, સ્વચ્છતા અને ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ જેવા મુદ્દાઓને લઈને રાજ્યની કામગીરી પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.વિપક્ષ દ્વારા આ મુદ્દે સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. વિપક્ષનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની સ્થિતિ હજી પણ સંતોષકારક નથી.

‘સ્માર્ટ વિલેજ’ના દાવા સામે હકીકત?

ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ‘સ્માર્ટ વિલેજ’ અને ગ્રામ વિકાસના અનેક પ્રોજેક્ટ જાહેર કર્યા હતા. પરંતુ કેન્દ્ર સરકારની એવોર્ડ યાદીમાં રાજ્યની ગેરહાજરીએ આ દાવાઓ સામે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.વિશ્લેષકોના મત અનુસાર, માત્ર જાહેરાતો અને પ્રોજેક્ટની ઘોષણાઓ પૂરતી નથી, પરંતુ જમીન સ્તરે સુવિધાઓ અને અસરકારક અમલીકરણ વધુ મહત્વનું છે.

ગ્રામ વિકાસ મુદ્દે હવે રાજકીય ગરમાવો

આ મામલો હવે રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. વિપક્ષ સરકાર પર નિષ્ફળતાના આક્ષેપો કરી રહ્યો છે, જ્યારે સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.આવનારા સમયમાં ગ્રામ વિકાસ, આરોગ્ય અને સુશાસન જેવા મુદ્દાઓ ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કાલે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 એનાયત કરશે, ગુજરાતમાંથી પંચમહાલના ગામને મળશે

આ પણ વાંચો:ગ્રામ સ્વરાજ…ભારતની સ્થાનિક શાસન પ્રણાલીનો દ્યોતક આજે ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’…

આ પણ વાંચો:ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત’ વર્ષ 2024 એવોર્ડ એનાયત