Chhota Udepur News/ છોટા ઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ, રેલવે ટ્રેક પર વૃક્ષ પડતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો

Chhota Udepur Rain: બોડેલી અને જબુગામ વચ્ચે રેલવે ટ્રેક પર વૃક્ષ ધરાશાયી થતાં OHE લાઈન તૂટી ગઈ. ભારે વરસાદ અને પવનના કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો.

Top Stories Gujarat Others Breaking News
Chhota Udepur Rain: બોડેલીમાં વાવાઝોડા જેવી સ્થિતિ, રેલવે લાઈન પર વૃક્ષ પડતાં ટ્રેનો અટકી

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વહેલી સવારે વાવાઝોડા જેવા જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસેલા ભારે વરસાદ (Chhota Udepur Rain)ને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બોડેલી અને જબુગામ વચ્ચે રેલવે ટ્રેક પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રેલવેની ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈન (OHE) તૂટી ગઈ હતી, જેના કારણે બોડેલીથી છોટા ઉદેપુર વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, ભારે પવન દરમિયાન રેલવે લાઈન પર અચાનક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ સીધું રેલવે ટ્રેક અને વીજ લાઈન પર પડતાં ટ્રેક અવરોધાયો હતો અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Chhota Udepur Rain અલગ અલગ સ્ટેશનો પર ટ્રેનો રોકાઈ

સુરક્ષાના ભાગરૂપે કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક અસરથી આ રૂટ પર દોડતી ટ્રેનોને રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડભોઈ તરફથી આવતી ટ્રેનને બોડેલી રેલવે સ્ટેશન પર અટકાવવામાં આવી હતી જ્યારે અલીરાજપુર તરફથી આવતી ટ્રેનને છોટા ઉદેપુર (Chhota Udepur Rain) સ્ટેશન ખાતે ઊભી રાખવામાં આવી હતી. ટ્રેનો અધવચ્ચે રોકાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને સવારના સમયે કામકાજ અને મુસાફરી માટે નીકળેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવેના ટેકનિકલ સ્ટાફ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. ટ્રેક પર પડેલા વૃક્ષને કાપીને દૂર કરવાની તેમજ તૂટી ગયેલી વીજ લાઈનને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ અસર

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ભારે પવન અને વરસાદ (Chhota Udepur Rain)ના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે. અનેક જગ્યાએ વીજ થાંભલા તેમજ નાના-મોટા વૃક્ષો ધરાશાયી થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે રાહતની વાત એ છે કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે.


આ પણ વાંચો:છોટાઉદેપુર: બોડેલી, પાવીજેતપુર, સંખેડા સહીત જિલ્લામા ધોધમાર વરસાદ નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા

આ પણ વાંચો:છોટાઉદેપુર : ભારે વરસાદના કારણે 3 મકાનો ધરાશાઈ

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ, 1 વ્યક્તિ અને 1 પશુંનું મોત