દૈનિક રાશીભવિષ્ય
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Rashibhavishya: વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક વદ બીજના પવિત્ર દિવસે આજે મંગળવાર, ૦૨ જૂન ૨૦૨૬ છે. આજની બીજ તિથિ સાંજે ૦૭:૦૧ વાગ્યા સુધી રહેશે. ચંદ્ર ધન રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. મૂળ નક્ષત્ર આજે રાત્રે ૧૦:૦૭ વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્રનો પ્રારંભ થશે. સાધ્ય યોગ સવારે ૦૭:૧૭ વાગ્યા સુધી યથાવત રહેશે અને ગર કરણ સાંજે ૦૭:૦૧ વાગ્યા સુધી રહેશે. આજે પંચક અને વિંછુડો બંને નથી, જેના કારણે દિવસ સામાન્ય શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે.
સૂર્યોદય સવારે ૦૫:૫૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૧ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૯:૧૭ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૭:૦૫ વાગ્યે થશે. શુભ કાર્યો માટે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી ૦૧:૦૨ સુધી રહેશે. રાહુકાળ બપોરે ૦૩:૫૯ થી ૦૫:૪૦ સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું શુભ માનવામાં આવે છે.
આજના દિવસે લાલ વસ્ત્રનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા મુજબ લાલ રંગ શક્તિ, સાહસ અને મંગળ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે. મંગળવારે લાલ વસ્ત્ર, લાલ ફળ અથવા લાલ રંગની વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભક્તો માટે આજનો દિવસ દાન-પુણ્ય, સદ્કર્મ અને આધ્યાત્મિક ચિંતન માટે લાભદાયી ગણાય છે.
બીજ તિથિ સાંજે ૦૭:૦૧ વાગ્યે પૂર્ણ થશે, ત્યારબાદ તૃતીયા તિથિનો પ્રારંભ થશે. આજનો દિવસ ધૈર્ય, સકારાત્મકતા અને ધાર્મિક કાર્યો સાથે વિતાવવાથી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.
તારીખ:- ૦૨-૦૬-૨૦૨૬, મંગળવાર /જેઠ અધિક વદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૬ થી ૧૨:૩૭ |
| અમૃત | ૧૨:૩૭થી ૦૨:૧૮ |
| શુભ | ૦૩:૫૯ થી ૦૫:૪૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૦થી ૦૯:૫૯ |
| શુભ | ૧૧:૧૮થી ૧૨:૩૭ |
મેષ (અ, લ , ઈ) :-
સ્નાયુઓનો દુખાવો રહે.
કોઈ અણધાર્યા લાભ થાય.
અંગત લાગણીઓ બહાર આવે.
કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :-
નવી તક જાણો.
આંતરિક ઉર્જામાં બદલાવ થાય.
લોકોની વાતમાં આવવું નહિ.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-
દુખાવાની સમસ્યા રહે.
ધાર્મિક કાર્ય થાય.
પરિવાર જનોની તબિયત સાચવવી.
કાર્યમા વિઘ્ન આવે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કર્ક (ડ , હ) :-
કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
તબિયતમાં ધ્યાન રાખવું.
મોસાળપક્ષથી લાભ જણાય.
કોઈ મોટા ફેરફાર થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬

સિંહ (મ , ટ) :-
વધારે ઠંડુ ખાવું નહિ.
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
નિર્ણય લેતા પહેલા વિચારવું.
પરિવાર જોડે દિવસ પસાર થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કન્યા (પ , ઠ, ણ) :-
આંખોનું ધ્યાન રાખવું,
માંદગીમાંથી મુક્તિ મળે.
ધ્યાનથી દિવસની શરૂઆત કરવી.
નાણાંનો પ્રવાહ વધે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તુલા (ર , ત) :-
કોઈ સારા સમાચાર મળે.
વેપાર ધંધામાં સાચવવાનું રહે.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
મહેમાન ઘરે આવે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃશ્વિક (ન, ય) :-
આર્થીક મુશ્કેલી આવે.
સફળતા મળવાના યોગ છે.
કામના સ્થળે વખાણ થાય.
નવી મુલાકાત થાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮

ધન (ભ, ધ, ફ, ઢ) :-
કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
આકસ્મિક કોઈ કામ આવે.
વડીલોનું ધ્યાન રાખવું.
દાન પૂણ્ય કરવું.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મકર (ખ, જ) :-
નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
ધાર્યું કામ થાય.
પ્રમોશન મળી શકે.
મગજ શાંત રાખવું.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-
શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
દિવસ આનંદમય જાય.
કોઈ કાર્યમાં વિલંબ થાય.
પ્રવાસના યોગ બને.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
સબંધમાં મતભેદ જણાય.
સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
નવી તક ઉભી થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:પરશુરામ દ્વાદશીનું વ્રત ક્યારે છે 28 કે 29 એપ્રિલ? શુભ મુહૂર્ત અને સાચી તારીખ જાણીએ…
આ પણ વાંચો:11 મેના રોજ રચાવા જઇ રહ્યો છે…શુક્ર-ગુરુનો શક્તિશાળી યોગ…આ 4 રાશિઓને મળશે મોટો લાભ..!

