Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ધણપ ગામ નજીક એક હોટલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા પ્રેમી યુગલની પ્રેમકહાનીનો અંત લોહિયાળ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્રેમીએ પોતાની પ્રેમિકાની ચપ્પુ વડે હત્યા (Gandhinagar Murder Case) કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
મધ્યપ્રદેશથી ભાગી આવ્યા હતા
પોલીસ સૂત્રો મુજબ, મધ્યપ્રદેશના રહેવાસી સંતોષ ઉધમ જાટવ (24) અને રજની બજલાલ ધાકડ (21) પરિવારની મરજી વિરુદ્ધ સાથે ભાગી ગયા હતા. યુવતીના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ મધ્યપ્રદેશ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી.તપાસ દરમિયાન બંને રાજકોટ વિસ્તારમાં હોવાની માહિતી મળતા મધ્યપ્રદેશ પોલીસની ટીમ અને યુવતીના બે સગા ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ બંનેને કસ્ટડીમાં લઈને મધ્યપ્રદેશ પરત લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Gandhinagar Murder Case: લાંબી મુસાફરી બાદ હોટલમાં રોકાણ
રાજકોટથી મધ્યપ્રદેશ જવાના માર્ગમાં લાંબી મુસાફરીને કારણે પોલીસ કર્મચારીઓ અને પરિવારજનો થાકી ગયા હતા. જેના કારણે ગાંધીનગર જિલ્લાના ધણપ ગામ નજીક હાઈવે પર આવેલી એક હોટલમાં રાત્રી રોકાણ કરવાનો નિર્ણય લેવાયો હતો.માહિતી અનુસાર, એક જ રૂમમાં બે પોલીસ કર્મચારીઓ, યુવતીના બે સગા તેમજ પ્રેમી યુગલ રોકાયા હતા. તકેદારીના ભાગરૂપે બંનેને અલગ રાખવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
મધરાતે બન્યો લોહિયાળ બનાવ
પ્રાથમિક તપાસ મુજબ, રાત્રિ દરમિયાન રૂમમાં હાજર લોકો ઊંઘી ગયા બાદ પ્રેમી અને પ્રેમિકા એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ સંતોષે ચપ્પુ વડે રજનીનું ગળું કાપી દીધું હોવાનું સામે આવ્યું છે.પ્રેમિકાને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ સંતોષે પોતાનું પણ ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ કર્મચારી જાગતા ખુલ્યો ભેદ
રાત્રે આશરે બે વાગ્યાના સમયે એક પોલીસ કર્મચારીની આંખ ખુલતા સમગ્ર ઘટના સામે આવી હતી. રૂમમાં લોહીલુહાણ (Gandhinagar Murder Case) હાલતમાં બંનેને જોઈ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.ચિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
યુવતીનું મોત, પ્રેમી સારવાર હેઠળ
ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી રજની ધાકડનું મોત (Gandhinagar Murder Case) નિપજ્યું હતું. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.જ્યારે ઘાયલ સંતોષ જાટવને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સ્થિતિ અંગે તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.
તપાસ શરૂ
ચિલોડા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના કેવી રીતે બની અને હત્યા (Gandhinagar Murder Case) પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ગાંધીનગરના ચિલોડા ગામમાં પ્રેમી યુગલની આત્મહત્યા, ઝાડ પર લટકતા મળ્યા મૃતદેહ
આ પણ વાંચો:ગાંધીનગર નભોઈ કેનાલમાં બે યુવતીઓએ કૂદી આત્મહત્યા કરી,બંને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતી હતી
