Surat News/ ઇન્ડિગોની સુરત-દુબઈ ડાયરેક્ટ ફ્લાઈટ ઓક્ટોબર સુધી સ્થગિત, વેપારીઓ પરેશાન

ઇન્ડિગો એરલાઇન્સે સુરત અને દુબઈ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ ઓક્ટોબર સુધી સ્થગિત કરતાં હોબાળો મચી ગયો છે. સુરતથી દુબઈની સીધી ફ્લાઇટ સર્વિસ બંધ થતાં સંખ્યાબંધ વેપારીઓ અને મુસાફરોને હાલાકી પડી રહી છે. આના કારણ હવે સુરતના પેસેન્જરોને અમદાવાદ કે મુબઈનો મોટો ફોગટ ફેરો કરવો પડશે તેમ માનવામાં આવે છે.

Gujarat Surat Breaking News

Surat News: ઇન્ડિગો એરલાઇન્સે સુરત અને દુબઈ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ ઓક્ટોબર સુધી સ્થગિત કરતાં હોબાળો મચી ગયો છે. સુરતથી દુબઈની સીધી ફ્લાઇટ સર્વિસ બંધ થતાં સંખ્યાબંધ વેપારીઓ અને મુસાફરોને હાલાકી પડી રહી છે. આના કારણ હવે સુરતના પેસેન્જરોને અમદાવાદ કે મુબઈનો મોટો ફોગટ ફેરો કરવો પડશે તેમ માનવામાં આવે છે.

ઇન્ડોગની વેબસાઇટ પર હાલ ડાયરેક્ટ ફ્લાઇટનું બૂકિંગ બંધ થઈ ગયું છે. મુસાફરોને દિલ્હી, મુંબઈ,  બેંગ્લુરુ થઈ જવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ સ્થગિત કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. સીધી ફલાઇટ બંધ થવાના કારણે મુસાફરોએ હવે મુંબઈ, દિલ્હી અથવા અમદાવાદ જઈને કનેક્ટિંગ ફ્લાઇટ પકડવી પડે છે, તેમા ત્રણથી આઠ કલાકનો વધારાનો સમય લાગે છે.

સુરતથી દુબઈનું સીધું અંતર 1,843 કિ.મી. છે. કનેક્ટિંગ ફ્લાઇટ્સનું ભાડું સામાન્ય રીતે રૂ. 16 હજારથી લઈને રૂ. 25 હજાર સુધી હોઈ શકે છે. ઇન્ડિગો એરલાઇન્સ આમ તાજેતમરાં એર ઇન્ડિયાએ સુરત એરપોર્ટ પરથી ફ્લાઇટ બંધ કરી તેને અનુસરી છે.

આ પહેલાં સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ, 2026 થી સુરત-બેંગકોક સેક્ટર પર ફ્લાઇટ્સનું બુકિંગ સ્થગિત કરી દીધું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે આ રૂટ નફાકારક ન હતો. આ નિર્ણયથી મુસાફરોમાં રોષ ફેલાયો છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સુરત એરપોર્ટ કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરતું હતું, જેમાંથી ત્રણ બંધ કરી દેવામાં આવી છે.

સુરત-બેંગકોક ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ – સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર – સવારે 10:50 વાગ્યે સુરતથી ઉપડતી હતી અને સાંજે 5:10 વાગ્યે બેંગકોક પહોંચતી હતી. હવે, બુકિંગ બંધ થતાં, જુલાઈથી આ રૂટ પર ફ્લાઇટ્સ સંપૂર્ણપણે બંધ થઈ જશે. શિયાળાના સમયપત્રક દરમિયાન, અહીંથી કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જેમાં બેંગકોક, દુબઈ અને શારજાહની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો: દિલ્હી-શિરડી ફ્લાઈટનું સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ, 1 કલાક હવામાં ગોળ ફરી ફ્લાઈટ

આ પણ વાંચો: સુરત/ પ્રથમ ગ્રાસે મક્ષિકા, દિલ્હી જતી ફ્લાઈટ રદ થતાં મુસાફરોનો હોબાળો…!

આ પણ વાંચો: સુરતનાં નાગરિકની અંતિયાત્રામાં સુરત રડ્યું, હર્ષ સંઘવી, સી આર પાટીલ પણ જોડાયા