Ahmedabad News/ અમદાવાદમાં ગોલ્ડ કંપની સાથે ₹1.84 કરોડની છેતરપિંડી

સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ધૃવ શાહે ધોળકાની એક જ્વેલર્સ પેઢી અને તેના સંચાલકો સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી (Cheating)ની ફરિયાદ નોંધાવી છે

Gujarat Ahmedabad
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)માં કરોડોની છેતરપિંડી (Cheating)નો એક ગંભીર મામલો સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)માં કરોડોની છેતરપિંડી (Cheating)નો એક ગંભીર મામલો સામે આવ્યો છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ધૃવ શાહે ધોળકાની એક જ્વેલર્સ પેઢી અને તેના સંચાલકો સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી (Cheating)ની ફરિયાદ નોંધાવી છે.

જ્વેલર્સ પેઢી અને તેના સંચાલકો સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી (Cheating)ની ફરિયાદ દાખલ

ફરિયાદ મુજબ, ઓક્ટોબર-2025થી એપ્રિલ-2026 દરમિયાન આરોપીઓએ અમદાવાદ સ્થિત “સત્વ ગોલ્ડ લિમિટેડ” પાસેથી હોલસેલના ભાવે વિવિધ ડિઝાઇનના સોનાના દાગીના ખરીદ્યા હતા. જેમાં 18 કેરેટના રૂ. 8.61 લાખ અને 22 કેરેટના રૂ. 1.70 કરોડથી વધુના દાગીનાનો સમાવેશ થાય છે. કુલ ખરીદી કિંમત રૂ. 1.78 કરોડથી વધુ હતી, જ્યારે GST સહિત આ રકમ રૂ. 1.84 કરોડથી વધુ થાય છે.

ફરિયાદમાં જણાવાયું છે કે દાગીનાની ખરીદી માટે હદર જ્વેલર્સ પેઢીના નામે બિલ તૈયાર કરીને માલ સપ્લાય કરવામાં આવ્યો હતો. વેપારી વ્યવહાર મુજબ 15થી 30 દિવસની ક્રેડિટ અવધિમાં ચુકવણી કરવાની હતી, પરંતુ આરોપીઓએ ન તો બાકી રકમ ચૂકવી અને ન દાગીના પરત આપ્યા.

આક્ષેપ છે કે આરોપીઓએ પૂર્વનિયોજિત રીતે વિશ્વાસમાં લઈ સોનાના દાગીના મેળવી લીધા અને ત્યારબાદ ચુકવણી ટાળી આર્થિક નુકસાન પહોંચાડ્યું. ઘટનાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)માં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે  જ્વેલર્સ પેઢી તેમજ તેના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને નાણાકીય વ્યવહારો સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : વડોદરામાં ભાડૂઆત જ નીકળ્યો મહાઠગ! પ્લોટ અને સોલાર ટેન્ડરના નામે ₹38.64 લાખની છેતરપિંડી

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી

આ પણ વાંચો : કેનેડાના વર્ક પરમિટના સપના બતાવી 98.15 લાખની છેતરપિંડી, અમદાવાદમાં પિતા-પુત્ર અને સસરા સામે ગુનો