Ahmedabad News/ અમદાવાદમાં વરસાદ પડતાં 108 સ્થળોએ પાણી ભરાવાની ભીતિ, સ્ટ્રીટ લાઇટના માત્ર 40% થાંભલાની જ તપાસ પૂર્ણ

અમદાવાદમાં ચોમાસા દરમિયાન 108 સ્થળોએ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટના માત્ર 40 ટકા થાંભલાઓની જ તપાસ પૂર્ણ થતાં સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMCનો ચોમાસા એક્શન પ્લાન જાહેર, છતાં Ahmedabad 108 Waterloggingની આશંકા

Ahmedabad News: અમદાવાદમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વરસાદી પડકારોને લઈને તૈયારીઓનો રિપોર્ટ જાહેર કર્યો છે. જોકે આ રિપોર્ટમાં જ કેટલાક ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. શહેરમાં હજુ પણ 108 સ્થળોએ વરસાદી પાણી ભરાવાની (Ahmedabad 108 Waterlogging) શક્યતા છે, જ્યારે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓની સુરક્ષા તપાસ પણ સંપૂર્ણ થઈ શકી નથી.

મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જાણવા મળ્યું કે શહેરમાં અગાઉ 147 સ્થળો એવા હતા જ્યાં વરસાદી પાણી ભરાવાની (Ahmedabad 108 Waterlogging) સમસ્યા રહેતી હતી. જેમાંથી 39 સ્થળોએ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ 108 સ્થળો એવા છે જ્યાં પાણી ભરાવાની (Ahmedabad 108 Waterlogging) શક્યતા યથાવત છે.

Ahmedabad 108 Waterlogging: વરસાદ પહેલાં જ ચિંતાજનક રિપોર્ટ

AMCના વોટર રિસોર્સ વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વરસાદી પાણી (Ahmedabad 108 Waterlogging)ના ઝડપી નિકાલ માટે નવા પંપિંગ સ્ટેશન, વરસાદી ગટર લાઇન અને ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. શહેરમાં કુલ 115 પંપ અને 40 વરૂણ પંપ તૈનાત રાખવામાં આવશે જેથી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે.

નિકોલ મધુમાલતી આવાસ યોજના, હાટકેશ્વર સર્કલ સહિતના વિસ્તારોને સૌથી વધુ જોખમી ગણાવવામાં આવ્યા છે, જ્યાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની (Ahmedabad 108 Waterlogging) સમસ્યા સર્જાઈ શકે છે.

બીજી તરફ, વરસાદી સિઝનમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં કુલ 2,17,924 સ્ટ્રીટ લાઇટના થાંભલાઓમાંથી અત્યાર સુધી માત્ર 82,075 થાંભલાઓની જ તપાસ અને સુરક્ષા કામગીરી પૂર્ણ થઈ છે, જે કુલ સંખ્યાના આશરે 40 ટકા જેટલા થાય છે.

ગત વર્ષે નારોલ અને દરિયાપુરમાં સ્ટ્રીટ લાઇટના થાંભલાથી કરંટ લાગવાના બનાવોમાં લોકોના મોત થયા હતા. આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે કોર્પોરેશને ચકાસણીનો દાવો કર્યો છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં થાંભલાઓની તપાસ બાકી હોવાનું સામે આવ્યું છે.

કોર્પોરેશને રોડ સેટલમેન્ટ, ભૂવા અને ખોદકામ કરાયેલા વિસ્તારો પર પણ ખાસ નજર રાખવાની વાત કરી છે. જ્યાં રોડ બેસી જવાની શક્યતા હશે ત્યાં બેરિકેટિંગ, ચેતવણી બોર્ડ અને તાત્કાલિક સમારકામની વ્યવસ્થા કરવામાં આવશે.

શહેરમાં વરસાદની સ્થિતિ પર નજર રાખવા માટે 42 ઓટોમેટિક રેન ગેજ અને 1760 CCTV કેમેરાની મદદથી પાલડી સ્થિત મોન્સૂન કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવશે.

મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે તમામ વિભાગોને ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સતત સતર્ક રહેવા સૂચના આપી છે. સાથે જ પાણી ભરાવા, ટ્રાફિક, કરંટ, ભૂવા, રોગચાળો અને જર્જરિત મકાનો જેવી સમસ્યાઓ સામે ઝડપી કાર્યવાહી કરવા તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો:અમદાવાદમા ખાડા રાજ, શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર રસ્તાના ખાડાઓમાં ભરાયા પાણી

આ પણ વાંચો:અમદાવાદમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા પાણી ભરાયા, ટ્રાફિક વ્યવહાર ખોરવાયો

આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી