Gujarat News/ ગુજરાતમાં 24મો શાળા પ્રવેશોત્સવનો મંગળવારથી પ્રારંભ

આ શાળા પ્રવેશોત્સવ (School Entrance)દરમિયાન મહાનુભાવો શાળાઓની શૈક્ષણિક સિધ્ધિઓ, ભૌતીક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધીઓની સમિક્ષા શાળા વ્યવસ્થાપન સમિતિ SMC સાથે બેસીને કરશે

Gujarat
વડાપ્રધાન  નરેન્દ્ર મોદી )Narendra Modi)એ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ (School Entrance)ની 24મી કડી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના માર્ગદર્શન માં તા. 23 જૂન, મંગળવારથી 25જૂન, ગુરૂવાર સુધી યોજાશે

Gujarat News : વડાપ્રધાન  નરેન્દ્ર મોદી )Narendra Modi)એ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવેલા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ (School Entrance)ની 24મી કડી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના માર્ગદર્શન માં તા. 23 જૂન, મંગળવારથી 25જૂન, ગુરૂવાર સુધી યોજાશે.

શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પોતાના વતન વડનગરની જે શાળામાંથી શિક્ષણ મેળવેલું તે બી.એન. હાઈસ્કૂલથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આ 24માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ (School Entrance)નું નેતૃત્વ કરશે. વડનગરમાં આંગણવાડીમાં બે ભૂલકાંઓ સહિત બાલવાટિકાથી ધોરણ-11 સુધીના 389વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ મુખ્યમંત્રીશ્રી કરાવવાના છે.

2003ના વર્ષથી શરૂ થયેલા શિક્ષણ સેવા યજ્ઞની અવિરત યાત્રાના આ 24માં વર્ષના ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સમાં રાજ્ય ભરની 38400 શાળાઓમાં કુલ મળીને 28 લાખ 58 હજાર જેટલા બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવશે.

તદઅનુસાર, જે બાળકોની ઉંમર 1 જૂનના રોજ પાંચ વર્ષથી વધુ અને 6વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં અને જે બાળકની ઉંમર 1 જૂનના રોજ 6વર્ષથી વધુ અને 7 વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ-8 પાસ કરનાર બાળકોને ધોરણ-9માં અને ધોરણ-10 પાસ કરનાર બાળકોને ધોરણ-11 માં પ્રવેશ અપાશે.મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, IAS, IPS, IFS કક્ષાના અધિકારીશ્રીઓ, સચિવાલયના અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો પ્રવેશોત્સવ કાર્યક્ર્મમાં સહભાગી થઈને શાળાએ શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે.

શાળા પ્રવેશોત્સવ (School Entrance)દરમિયાન મહાનુભાવો શાળાઓની શૈક્ષણિક સિધ્ધિઓ, ભૌતીક સુવિધાઓ અને અન્ય ઉપલબ્ધીઓની સમિક્ષા શાળા વ્યવસ્થાપન સમિતિ SMC સાથે બેસીને કરશે.

સમગ્ર રાજ્યમાં આ શાળા પ્રવેશોત્સવમાં શાળા વ્યવસ્થાપન સમિતી SMC, વાલીઓ અને ગ્રામજનોની જન ભાગીદારીથી બાળકોનું શાળા નામાંકન ઉત્સવમય અને પ્રેરક બનશે.


આ પણ વાંચો : રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરાઈ

આ પણ વાંચો : કચ્છમાં કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે ગ્રામસભા યોજી

આ પણ વાંચો : શાળા પ્રવેશોત્સવ-2025 બીજો દિવસ : મુખ્યમંત્રીએ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં ૧૯૭ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો