Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ X સર્વર ડાઉન: હજારો યુઝર્સને પ્લેટફોર્મ એક્સેસ કરવામાં મુશ્કેલી, DownDetector પર ફરિયાદોનો ઢગલો

Elon Muskની માલિકી ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xમાં (X Down ) અચાનક ટેકનિકલ ખામી સર્જાતા હજારો યુઝર્સને સેવા ઉપયોગમાં મુશ્કેલી પડી હતી.

June 22, 2026June 22, 2026Maya Sindhav
Top Stories Breaking News Tech & Auto
એલોન મસ્કનું અચાનક X Down, હજારો યુઝર્સે નોંધાવી ફરિયાદ

X Down: એલોન મસ્કની માલિકી ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter)માં સોમવારના રોજ અચાનક ટેકનિકલ ખામી સર્જાતા હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વભરના અનેક યુઝર્સે પ્લેટફોર્મ એક્સેસ કરવામાં સમસ્યા અનુભવતા સોશિયલ મીડિયા અને ડિજિટલ સેવા ટ્રેકિંગ વેબસાઇટ્સ પર ફરિયાદો નોંધાવી હતી.

ડિજિટલ આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ DownDetector અનુસાર, સોમવાર સવારે થોડા જ સમયમાં 25,000થી વધુ યુઝર્સે X (X Down)ની સેવાઓમાં ખામી હોવાની જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ સવારે આશરે 9:30 વાગ્યા (Eastern Time) પછી ફરિયાદોની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી.

X Down: સર્વર ડાઉન થતાં હજારો યુઝર્સ પ્રભાવિત

યુઝર્સને X એપ (X Down) અને વેબસાઇટ બંને પર પોસ્ટ લોડ થવામાં, ફીડ રિફ્રેશ કરવામાં તેમજ લોગિન પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવાઈ હતી. કેટલાક યુઝર્સે પ્લેટફોર્મ સંપૂર્ણપણે બંધ હોવાનું પણ જણાવ્યું હતું.

હાલ સુધી X  (X Down)તરફથી આ ટેકનિકલ ખામી અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, કંપનીની ટેકનિકલ ટીમ દ્વારા સમસ્યાના કારણો શોધી તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પણ X પ્લેટફોર્મ (X Down)ને સમયાંતરે ટેકનિકલ અવરોધો અને સર્વર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ તાજી ખામીના કારણે વિશ્વભરના લાખો યુઝર્સ થોડા સમય માટે અસરગ્રસ્ત બન્યા હતા.

ટેક્નોલોજી નિષ્ણાતોના મતે, મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ક્યારેક સર્વર ઓવરલોડ, નેટવર્ક સમસ્યા અથવા સિસ્ટમ અપડેટ દરમિયાન આવી પ્રકારની ખામીઓ સર્જાઈ શકે છે. Xની સેવાઓ સંપૂર્ણપણે ક્યારે સામાન્ય બનશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.


આ પણ વાંચો:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન, પોસ્ટ કરવામાં આવી રહી છે સમસ્યા

આ પણ વાંચો:ઓનલાઇન પ્લેટફોર્મનો ભયાનક કાળો ચહેરો: યુવતીઓનો શરમજનક શોષણ!

આ પણ વાંચો:મેટાની નવી ‘ફોરમ’ એપ લોન્ચ,ફેસબુક ગૃપ્સ માટે રેડિટ જેવી ચર્ચા પ્લેટફોર્મ

Post navigation

સુરતથી ગુમ થયેલી 3 સગીરાઓ ઈટારસી સ્ટેશનેથી મળી
વોટ્સએપમાં મોટો ફેરફાર? વિલ કેથકાર્ટ પદ છોડશે, કુણાલ શાહ નવા હેડ બનવાની ચર્ચા

More Posts

Instagram Plus

Tech News/ મેટાએ લોન્ચ કર્યો ‘ઇન્સ્ટાગ્રામ પ્લસ’ પ્લાન, શું હવે યુઝર્સે ચૂકવવા પડશે પૈસા? જાણો સંપૂર્ણ વિગત

June 5, 2026June 5, 2026Kavita Solanki

Adani Group Stock/ ગૌતમ અદાણીને મોટી રાહત, શેરમાં જોવા મળ્યો ભારે ઉછાળો : જાણો સમગ્ર મામલો

March 17, 2025Maya Sindhav

Not Set/ અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે જંતર-મંતર પર કોંગ્રેસનો સત્યાગ્રહ, રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતા થશે સામેલ

June 19, 2022mustak malik

બાળકો પર અત્યાચાર/ સાબરકાંઠાના ખેરોજમાં 13 બાળકોને અપાયા ડામ, તંત્ર દ્વારા લેવાશે તપાસ પગલાં

October 26, 2023October 26, 2023Maya Sindhav
Modi Government Decision

Modi government/ મોદી સરકારના નિર્ણયથી ગરીબોને પડશે અસર, સરકારી તિજોરીને થશે 2 લાખનું નુક્શાન

December 24, 2022Rahul Rathod

Not Set/ રાજકોટ: મિશ્ર ઋતુના કારણે દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પિટલ, તંત્ર હજુ આવ્યું નથી હરકતમાં

February 24, 2018Nirmal Acharya

Not Set/ અયોધ્યાથી રાફેલ સુધીનાં આ 5 મોટા કેસોનાં ચુકાદા CJI આગામી 5 દિવસ સંભળાવશે

November 4, 2019Bhavesh Vyas

USA News/ Elon Musk રાજકારણમાં આવશે? ‘ધ અમેરિકા પાર્ટી’ને 80% લોકોનું સમર્થન

June 7, 2025June 7, 2025Komal Patel

Not Set/ દેશની નામચીન હસ્તીઓએ CAB ને ગણાવ્યું બંધારણ વિરોધી

December 11, 2019December 11, 2019hardik shah

Paris Olympics/ પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક સફળતા, શૂટર સ્વપ્નિલ કુસલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો

August 1, 2024August 1, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy