Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં રોડ (Vastral Road Collapse) ધસી જવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો છે. નવી ફોર-વ્હીલર કારોથી ભરેલું ભારે માલવાહક કન્ટેનર રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક રસ્તાની નીચેની જમીન બેસી જતાં કન્ટેનરના પાછળના પૈડાં ખાડામાં ફસાઈ ગયા હતા.
Vastral Road Collapse: રોડ બેસતાં ભારે કન્ટેનર અટવાયું
અચાનક રોડ (Vastral Road Collapse) ધસી પડતાં કન્ટેનર એક તરફ નમી ગયું હતું. ઘટનાના સમયે આસપાસથી પસાર થઈ રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ તંત્ર અને સ્થાનિક કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ભારે કન્ટેનરને બહાર કાઢવા માટે JCB સહિતના ભારે મશીનોની મદદ લેવામાં આવી હતી, પરંતુ અંદર નવી કારો ભરેલી હોવાથી કન્ટેનરનું વજન વધુ હોવાને કારણે તેને બહાર કાઢવામાં સફળતા મળી નહોતી.
કન્ટેનર રસ્તાની વચ્ચોવચ ફસાઈ જતાં સમગ્ર માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકોને તેમજ ઓફિસ અને અન્ય કામે જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટનાને લઈને સ્થાનિક રહિશોએ રોડના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે રસ્તાનું કામ યોગ્ય ધોરણ મુજબ કરવામાં આવ્યું ન હોવાથી ભારે વાહન પસાર થતાં જ રોડ બેસી ગયો. જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ સ્થાનિકોએ માંગ કરી છે.
હાલ તંત્ર દ્વારા કન્ટેનરને સલામત રીતે બહાર કાઢવા અને રસ્તાની મરામત માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદના વાળીનાથ ચાર રસ્તા પાસે રોડ બેસી ગયો, બેરિકેટિંગ નહીં હોવાથી અકસ્માતનો ભય
આ પણ વાંચો:લ્યો બોલો!! સિમેન્ટ રોડ બેસી ગયો, કોંગ્રેસે યોજ્યું ખરાબ રોડનું બેસણું
આ પણ વાંચો:હંસપુરા પાસે કન્સ્ટ્રક્શન સાઈડ પર ભેખડ ઘસી પડતા 3 મજૂરોના મોત
