Rajkot News/ રાજકોટમાં કાર ચાલકની દાદાગીરીનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક કાર ચાલક સ્કૂલ બસ (School Bus)ની સામે પોતાની કાર ઉભી રાખીને દાદાગીરી (Bullying) કરી સ્થળ પરથી ચાલ્યો જતો જોવા મળે છે

Gujarat Rajkot
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક કાર ચાલક સ્કૂલ બસ (School Bus)ની સામે પોતાની કાર ઉભી રાખીને દાદાગીરી (Bullying) કરી સ્થળ પરથી ચાલ્યો જતો જોવા મળે છે

Rajkot News : રાજકોટ (Rajkot) શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ અને બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક કાર ચાલક સ્કૂલ બસ (School Bus)ની સામે પોતાની કાર ઉભી રાખીને દાદાગીરી (Bullying) કરી સ્થળ પરથી ચાલ્યો જતો જોવા મળે છે. આ ઘટનાને કારણે બસનો માર્ગ અવરોધાયો હતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર ચાલક રોંગ સાઈડમાં વાહન ચલાવીને આવ્યો હતો અને ત્યારબાદ રસ્તાની વચ્ચે જ કાર મૂકી ચાલ્યો ગયો હતો. કારના આગળના ભાગમાં ભાજપનો ખેસ જોવા મળતા ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે. જોકે કાર ચાલકની રાજકીય ઓળખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઘટનાના કારણે સ્કૂલ બસ લાંબા સમય સુધી અટવાઈ રહી હતી. બસમાં રહેલા વિદ્યાર્થીઓને અંતે અન્ય વાહનની મદદથી ગંતવ્ય સ્થળે મોકલવાની ફરજ પડી હતી. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતાં લોકો કાર ચાલકના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ કરી રહ્યા છે.

હાલ આ મામલે સંબંધિત તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વાયરલ વીડિયો (Viral Video) બાદ કાર્યવાહી થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : રાજ્યમાં સરકારનું દંડનું અર્થશાસ્ત્ર, 15થી 20 પ્રકારના દંડ દ્વારા કરોડો વસૂલાયા, 3 વર્ષમાં સરકારે 2700 કરોડની કરી કમાણી, સૌથી વધુ 1000 કરોડનો દંડ વીજચોરી-લેટબિલ પર, ટ્રાફિક નિયમોના ભંગ બદલ

આ પણ વાંચો : ટ્રાફિક નિયમોના ભંગ બદલ રકમ હવે ડિજીટલી પણ વસૂલાશે, 50 જેટલા સ્વાઇપ મશીન અપાયા

આ પણ વાંચો : સુરતમાં SP કક્ષાના અધિકારીએ પો.કમિ.ના નિયમનો કર્યો ભંગ, પો.કમિશ્નર અને કોવિડના નિયમોના ઉડાવ્યા ધજાગરા, અધિકારીએ જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી