Gujarat News: વીજળીના થાંભલા (વીજપોલ) માટે ખેડૂતોને મળતા વળતર અને સ્પષ્ટ નીતિના મુદ્દે ભારતીય કિસાન સંઘે (Bharatiya Kisan Sangh) રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ માંગણી કરી છે. સંઘનું કહેવું છે કે હાલની વ્યવસ્થાને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને સરકાર તાત્કાલિક નવી નીતિ જાહેર કરે તેવી જરૂર છે.
Bharatiya Kisan Sangh: વીજળીના થાંભલા માટે સ્પષ્ટ નીતિ જાહેર કરો
ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh)ના પ્રદેશ મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનથી સ્પષ્ટ થાય છે કે વીજપોલ અને વળતરનો મુદ્દો હવે રાજ્યવ્યાપી ચિંતાનો વિષય બની ગયો છે.
તેમણે આક્ષેપ કર્યો કે હાલની પ્રક્રિયા અને કેટલાક વહીવટી નિર્ણયો ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. અધિકારીઓ અને મંત્રીઓના નિર્ણયોથી અનેક ખેડૂતોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે, જેને અવગણવી યોગ્ય નથી.
ભારતીય કિસાન સંઘે (Bharatiya Kisan Sangh) સરકારને માંગ કરી છે કે વીજળીના થાંભલા માટે જમીન સંપાદન, વળતર અને અન્ય સંબંધિત મુદ્દાઓ અંગે એક સ્પષ્ટ, પારદર્શક અને રાજ્યવ્યાપી નીતિ જાહેર કરવામાં આવે, જેથી ખેડૂતોને ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
સંઘે (Bharatiya Kisan Sangh) સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે અને નવી નીતિ જાહેર નહીં કરે તો રાજ્યભરના ખેડૂતોને સાથે રાખીને વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે.
ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે અને વિવાદિત મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘે સરકારને ફરી રજૂઆત કરી છે. હવે સરકાર આ માંગ પર શું નિર્ણય લે છે તેના પર ખેડૂતોની નજર છે.
આ પણ વાંચો:ડભોઈના ભાવપુરામાં વીજપોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના કરુણ મોત
આ પણ વાંચો:હળવદના સાપકડા ગામમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ
આ પણ વાંચો:પાક નિષ્ફળ જતાં ઉનામાં ખેડૂતનો આપઘાત,પેટે વીજપોલ બાંધી કૂવામાં ઝંપલાવ્યું
