Ahmedabad News/ અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદનાં CP

નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત (Anupam Singh Gehlot)ના નેતૃત્વમાં અમદાવાદ પોલીસ રથયાત્રા સહિતના મહત્વપૂર્ણ બંદોબસ્તની જવાબદારી સંભાળશે

Gujarat Ahmedabad Breaking News
રાજ્ય સરકારે અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) જી.એસ. મલિકને ગુજરાતના ડીજીપી તરીકે નિયુક્ત કર્યા બાદ ખાલી પડેલી અમદાવાદ પોલીસ કમિશનરની જવાબદારી હવે 1997 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત (Anupam Singh Gehlot)ને સોંપી છે.

Ahmedabad News : ગુજરાતની સૌથી લાંબી અને દેશની બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) પહેલા અમદાવાદ શહેર પોલીસમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) જી.એસ. મલિકને ગુજરાતના ડીજીપી તરીકે નિયુક્ત કર્યા બાદ ખાલી પડેલી અમદાવાદ પોલીસ કમિશનરની જવાબદારી હવે 1997 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત (Anupam Singh Gehlot)ને સોંપી છે.

સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોત (Anupam Singh Gehlot)નું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું હતું

જી.એસ. મલિકના ડીજીપી તરીકે પ્રમોશન બાદ નવા પોલીસ કમિશનર કોણ બનશે તેને લઈને અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી. તેમાં સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોતનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું હતું. હવે રાજ્ય સરકારે તેમની નિમણૂંક કરીને તમામ અટકળોનો અંત લાવ્યો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા નજીક હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ આ નિમણૂંકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં અમદાવાદ પોલીસ રથયાત્રા સહિતના મહત્વપૂર્ણ બંદોબસ્તની જવાબદારી સંભાળશે.


આ પણ વાંચો : અમદાવાદમાં નવા સીપીને લઈને કેટલાક નામો ચર્ચામાં

આ પણ વાંચો : જી એસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો

આ પણ વાંચો : ગુજરાત પોલીસ અને IASમાં આગામી ફેરફારો: પ્રમોશન, બદલી અને નિવૃત્તિ