Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના ભદ્રેવાડી ગામમાં આવેલું બાળમંદિર જર્જરિત હાલતમાં હોવાથી 45 જેટલા બાળકો જોખમ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાની છતમાંથી વરસાદી પાણી ટપકતું હોવાથી ચોમાસા દરમિયાન વર્ગખંડમાં બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. આ સ્થિતિને કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકો અને વાલીઓએ તંત્ર સમક્ષ બાળમંદિર માટે નવું મકાન મંજૂર કરવાની માંગ કરી છે. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકો માટે સુરક્ષિત શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
