America News: અમેરિકામાં સ્વતંત્રતાના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં શનિવારે ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ફિલાડેલ્ફિયા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી સહિત તમામ 50 રાજ્યોમાં પરેડ, ઐતિહાસિક પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીને અમેરિકાએ ‘America 250’ નામ આપ્યું હતું.

હવામાન વિભાગે ભારે ગરમી અને ખરાબ હવામાનની શક્યતા વ્યક્ત કરી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા. ફિલાડેલ્ફિયામાં બપોરે 12 વાગ્યે પરંપરાગત રીતે ઘંટનાદ કરીને ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ઇન્ડિપેન્ડન્સ મોલ ખાતે અમેરિકાના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા ઐતિહાસિક દૃશ્યો અને પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની નીતિનો ભારે વિરોધ; એપ્રુવલ રેટિંગ 34% થયું, મોંઘવારી મુદ્દે જનતા નારાજ!
આ પણ વાંચો: અમેરિકાના શિકાગોમાં મોટો આતંક! SUV કારમાંથી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12 ઘાયલ
