VADODRA NEWS/ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કાર્યવાહી, 967 કિલો શંકાસ્પદ પામોલીન તેલ સીઝ

VMC Food Department: વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં મોટી કાર્યવાહી કરીને 967 કિલો શંકાસ્પદ રિફાઇન્ડ પામોલીન તેલ સીઝ કર્યું. 10 ખાદ્યપદાર્થોના નમૂનાઓ લેબમાં મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી.

Gujrat Top Stories

Vadodra News : શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે વડોદરા મહાનગરપાલિકાના(VMC Food Department) આરોગ્ય વિભાગની ફૂડ શાખાએ સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી અધિકારીઓની અલગ-અલગ ટીમો દ્વારા ઓચિંતી તપાસ દરમિયાન શંકાસ્પદ ગુણવત્તાવાળા રિફાઇન્ડ પામોલીન (Refined Palmolein Oil) તેલનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

મનપાના જણાવ્યા મુજબ સમગ્ર અભિયાન દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી કુલ સાત ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મરચાં પાવડર, રતલામી સેવ અને રિફાઇન્ડ પામોલીન ઓઇલ સહિત કુલ 10 ખાદ્ય (Food Inspection) નમૂનાઓ એકત્ર કરીને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

હરણી રોડ પર ખાદ્ય તેલના વેપારી પાસે તપાસ

ચોક્કસ માહિતીના આધારે ફૂડ વિભાગની ટીમે હરણી રોડ સ્થિત શ્રીજી માર્કેટમાં આવેલી એક ખાદ્ય તેલની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સંબંધિત વેપારી પાસે જરૂરી લાઇસન્સ હોવાનું સામે આવ્યું હતું, તેમ છતાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ખાતરી કરવા માટે નિયમ મુજબ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

શહેરના અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ

આ અભિયાન દરમિયાન અકોટા, વારસિયા, ગોરવા અને સરદાર એસ્ટેટ સહિતના વિસ્તારોમાં આવેલી ઉત્પાદન એકમો અને ફૂડ વેન્ડિંગ સંસ્થાઓમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્ર કરીને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે.

967 કિલો પામોલીન તેલ સીઝ

તપાસ દરમિયાન કુલ 967 કિલોગ્રામ શંકાસ્પદ રિફાઇન્ડ પામોલીન ઓઇલ સીઝ (Palm Oil Seized) કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1.53 લાખથી વધુ હોવાનું મનપાએ જણાવ્યું છે. શંકાસ્પદ ગણાયેલા તમામ જથ્થાને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સીઝ રાખવામાં આવ્યો છે.

લેબ રિપોર્ટ બાદ થશે આગળની કાર્યવાહી

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં લેવામાં આવેલા તમામ નમૂનાઓને ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં(Food Quality Check) પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના પરિણામોના આધારે જો ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવશે તો સંબંધિત વેપારીઓ અને ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તહેવારો પહેલાં ભેળસેળ સામે સખ્ત વલણ

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા શહેરમાં ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્યપદાર્થો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ વેપારીઓને ગુણવત્તાના નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે અને નાગરિકોને પણ શંકાસ્પદ ખાદ્યપદાર્થ અંગે તંત્રને જાણ કરવાની અપીલ કરી છે.


આ પણ વાંચો: Emiratesની મોટી જાહેરાત: હવે ફ્લાઈટ ટિકિટ EMI પર બુક કરો, 36 મહિના સુધી હપ્તામાં ચુકવણીની સુવિધા

આ પણ વાંચો: 6 વર્ષથી ફરાર આર્મ્સ એક્ટનો આરોપી અંકલેશ્વરથી ઝડપાયો, નામ બદલી ડ્રાઈવર બની રહ્યો હતો

આ પણ વાંચો: ધોલેરા એરપોર્ટ : 3-4 મહિનામાં કામગીરી શરૂ થવાની શક્યતા