Gujarat News: ગુજરાત સરકારના (Gujarat Government) વિવિધ વિભાગો, કલેક્ટર કચેરીઓ અને સરકારી સંસ્થાઓમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ, એજન્સી અને કરાર આધારિત કર્મચારીઓને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ (Outsourced Employees Corruption Action) નિર્ણય લીધો છે. હવે સરકારી કામગીરી દરમિયાન લાંચ લેતા (Bribery Case) ઝડપાયેલા આવા કર્મચારીઓને પણ કાયદાકીય રીતે ‘જાહેર સેવક’ (Public Servant) તરીકે ગણવામાં આવશે અને તેમની સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહેસૂલ વિભાગનો મહત્વપૂર્ણ પરિપત્ર
રાજ્યના મહેસૂલ વિભાગે જિલ્લા કલેક્ટરોને મોકલેલા પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપી છે કે સરકારી ફરજ બજાવતા આઉટસોર્સ, એજન્સી અથવા કરાર આધારિત કર્મચારીઓ જો લાંચ લેતા (Bribery Case) ઝડપાય (Outsourced Employees Corruption Action) તો તેમની સામે પ્રોસિક્યુશનની પ્રક્રિયા વિના વિલંબ આગળ ધપાવવી.સરકારનું માનવું છે કે સરકારી સેવાઓમાં કાર્યરત દરેક વ્યક્તિ જાહેર હિત સાથે સીધી રીતે સંકળાયેલી હોય છે, તેથી ભ્રષ્ટાચારના કેસોમાં કોઈપણ પ્રકારની કાનૂની ઢીલાશ રાખવામાં આવશે નહીં.
કાનૂની ગૂંચવણનો આવશે અંત
અત્યાર સુધી ACB દ્વારા ટ્રેપ દરમિયાન આઉટસોર્સ કર્મચારીઓ ઝડપાતા તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં કાનૂની મુશ્કેલીઓ ઉભી થતી હતી. કારણ કે તેઓ નિયમિત સરકારી કર્મચારી ન હોવાથી પ્રોસિક્યુશનની મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થતો અને ઘણા કેસો લાંબા સમય સુધી અટવાઈ રહેતા. નવા આદેશ બાદ આ પ્રકારની ગૂંચવણ દૂર થશે અને કાર્યવાહી વધુ સરળ તેમજ ઝડપી બનશે.
જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના
મહેસૂલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને જણાવ્યું છે કે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સ, કરાર આધારિત અથવા એજન્સી મારફતે નિયુક્ત કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના કેસોમાં જરૂરી મંજૂરી સમયસર આપવામાં આવે, જેથી તપાસ અને કોર્ટ કાર્યવાહી વિલંબ વિના આગળ વધી શકે.
‘ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન’ નીતિ પર ભાર
સરકારે પોતાના આદેશમાં “Zero Tolerance Against Corruption” નીતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે સરકારી સેવાઓમાં ભ્રષ્ટાચાર માટે કોઈપણ પ્રકારની સહનશીલતા રાખવામાં આવશે નહીં. જાહેર હિતને નુકસાન પહોંચાડતા કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાંચના કેસોમાં હવે ઝડપથી થશે કાર્યવાહી
આ નિર્ણય ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 અને તેના 2018ના સુધારાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ ACB દ્વારા નોંધાયેલા લાંચના કેસોમાં તપાસ, પ્રોસિક્યુશન અને કાયદાકીય કાર્યવાહી વધુ ઝડપથી પૂર્ણ થઈ શકશે.સરકારનું માનવું છે કે આ નિર્ણયથી સરકારી કચેરીઓમાં પારદર્શિતા વધશે, ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે અને જાહેર સેવાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો: પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઝીરો ડ્રોપઆઉટ રેટ હાંસલ કરવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક
આ પણ વાંચો: ગુજરાત સરકારે IAS અધિકારીઓને સોંપી વધારાની જવાબદારી
