Delhi News: સંસદના ચોમાસુ સત્ર પૂર્વે યોજાયેલી પરંપરાગત સર્વપક્ષીય બેઠકમાં આજે રાજકીય વિવાદ સર્જાયો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બળવાખોર સાંસદો જોડાયેલા નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)ને બેઠકમાં આમંત્રણ આપવામાં આવતા વિરોધ પક્ષોએ (Opposition Walkout) પ્રતીકાત્મક વિરોધ નોંધાવી બેઠકમાંથી વોકઆઉટ કર્યું હતું. જોકે, થોડા સમય બાદ તમામ વિપક્ષી નેતાઓ ફરી બેઠકમાં જોડાયા હતા.
NCPIને આમંત્રણ સામે વિપક્ષનો વિરોધ
વિપક્ષી પક્ષોએ પ્રશ્ન ઉઠાવ્યો કે હજુ સુધી સંસદમાં સત્તાવાર માન્યતા ન મળેલા NCPIને સર્વપક્ષીય (All Party Meeting) બેઠકમાં કેવી રીતે આમંત્રિત કરી શકાય. વિપક્ષનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસમાંથી અલગ થયેલા સાંસદોના વિલીનીકરણ અંગે લોકસભાના સ્પીકરે હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગત રોયે જણાવ્યું કે, “એક એવો પક્ષ, જેનું નામ હજુ સંસદની સત્તાવાર વેબસાઇટ પર પણ નોંધાયેલું નથી, તેને બેઠકમાં (TMC Rebel MPs) આમંત્રણ આપવું યોગ્ય નથી.”તેમણે દાવો કર્યો કે સંસદની વેબસાઇટ પર હજુ પણ આ તમામ સાંસદો તૃણમૂલ કોંગ્રેસના સભ્યો તરીકે જ દર્શાવવામાં આવ્યા છે.
20 બળવાખોર સાંસદો NCPIમાં જોડાયા
જૂન મહિનામાં તૃણમૂલ કોંગ્રેસના આશરે 20 બળવાખોર સાંસદોએ NCPIમાં જોડાવાની જાહેરાત કરી હતી. જોકે, સંસદીય પ્રક્રિયા મુજબ તેમના વિલીનીકરણને હજુ સત્તાવાર મંજૂરી મળી નથી.આ જ મુદ્દાને લઈને વિપક્ષે સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો અને તેને લોકશાહી પર પ્રશ્નાર્થ ઊભો કરતો નિર્ણય ગણાવ્યો.
કોંગ્રેસે કહ્યું – પ્રતીકાત્મક વિરોધ
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે સર્વપક્ષીય બેઠકમાંથી (Congress Protest) કરવામાં આવેલો વોકઆઉટ માત્ર પ્રતીકાત્મક વિરોધ હતો.રાજ્યસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે સરકારે NCPIને આમંત્રણ આપીને (Opposition Walkout) ખોટો સંદેશ આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ, સ્પીકરનો નિર્ણય આવ્યા પહેલા કોઈ નવા રાજકીય જૂથને અલગ ઓળખ આપવી યોગ્ય નથી.
ચોમાસુ સત્રમાં ઉઠશે અનેક મુદ્દાઓ
વિપક્ષે જણાવ્યું છે કે ચોમાસુ સત્ર દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ સરકાર સમક્ષ ઉઠાવવામાં આવશે. તેમાં મુખ્યત્વે:
- રામ મંદિર દાન કૌભાંડનો મુદ્દો
- NEET પરીક્ષા પેપર લીક
- ખેડૂતોના પ્રશ્નો
- પેટ્રોલમાં E20 ઇથેનોલ મિશ્રણ
- સીમાંકન (Delimitation) અંગેનો વિરોધ
વિપક્ષે જણાવ્યું કે આ તમામ મુદ્દાઓ પર સરકાર પાસેથી જવાબ માંગવામાં આવશે.
NCPIએ સરકારનો માન્યો આભાર
બીજી તરફ NCPI બ્લોકના નેતા અને લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવા તક આપવા બદલ સંસદીય બાબતોના મંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો.તેમણે જણાવ્યું કે પાર્ટીના વિલીનીકરણ સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો લોકસભાના સ્પીકરને સોંપવામાં આવશે અને અંતિમ નિર્ણય માટે રાહ જોવામાં આવી રહી છે.કાકોલી ઘોષે વધુમાં જણાવ્યું કે સંસદમાં તેમના જૂથને અલગ બેઠકો ફાળવવાનો નિર્ણય સરકારનું સકારાત્મક પગલું છે.
ચોમાસુ સત્ર પહેલા રાજકીય ગરમાવો
ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા જ (Monsoon Session 2026) સર્વપક્ષીય બેઠકમાં સર્જાયેલા આ વિવાદથી સંસદમાં આગામી દિવસોમાં તીવ્ર રાજકીય ટકરાવ જોવા મળી શકે છે. NCPIને લઈને ઊભેલા વિવાદ અને અન્ય મહત્વના મુદ્દાઓને કારણે સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: શિવસેના UBTના 6 સાંસદોના વિલયને સ્પીકરની મંજૂરી, શિંદે જૂથની તાકાત વધી
આ પણ વાંચો: સોનમ વાંગચુકની પત્નીની હાઈકોર્ટમાં અરજી, હોસ્પિટલ બદલવાની માગ
આ પણ વાંચો: સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર વિશ્વની નજર: BBC, Reuters, Bloomberg અને DW સહિતના વિદેશી મીડિયાએ શું લખ્યું?
