New Delhi News/ ‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે’: JP નડ્ડા સાથેની બેઠક બાદ CJPની જાહેરાત

JP નડ્ડા સાથેની બેઠક બાદ CJPએ તેને નિષ્ફળ ગણાવી છે અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પણ યથાવત છે.

Top Stories India Breaking News
CJP

New Delhi: NEET પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર સામે વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દાવો કર્યો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે લગભગ ચાર કલાક ચાલેલી બેઠક કોઈ પરિણામ પર પહોંચી નહોતી. ત્યારબાદ CJPએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી જંતર-મંતર પરનું આંદોલન અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળ ચાલુ રહેશે.

‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે’:  CJP

CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda)સાથે ચાર કલાક સુધી બેઠક ચાલી હતી, પરંતુ તેમાંથી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. તેમણે કહ્યું કે હવે સરકારને સીધા જ આંદોલનકારીઓ સાથે વાતચીત કરવી પડશે અને માત્ર બેઠકથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. CJPએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામા સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. પાર્ટીની મુખ્ય માંગણીઓમાં સોનમ વાંગચુકની તાત્કાલિક મુક્તિ, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને NEET પેપર લીક કેસમાં આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપવાનો સમાવેશ થાય છે.

તો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોનમ વાંગચુકે (Sonam Wangchuk)સંદેશ આપ્યો છે કે જ્યાં સુધી યુવા પ્રતિનિધિઓને સાંસદોને મળવાની મંજૂરી નહીં મળે અથવા સાંસદો હોસ્પિટલમાં આવીને તેમની મુલાકાત નહીં લે, ત્યાં સુધી તેઓ પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખશે.


આ પણ વાંચો:જંતર-મંતર પર CJPના સમર્થકોને પોલીસે હટાવ્યા, સંસદ નજીક હંગામા બાદ સુરક્ષા કડક

આ પણ વાંચો:NEET વિરોધ : વિદ્યાર્થીઓ માટે CJPના સ્થાપકે પોલીસને હાથ જોડીને તંબુની મંજૂરીની માંગ

આ પણ વાંચો:OJP Vs CJP: સોશિયલ મીડિયા પર નવી ‘ઓગી જનતા પાર્ટી’ની એન્ટ્રી, કોકરોચ જનતા પાર્ટીને કર્યો સીધો પડકાર