Valsad News/ વલસાડમાં 18.5 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું, 284 રસ્તા બંધ, 200થી વધુ લોકોનું સ્થળાંતર

Valsad Heavy Rain: વલસાડ જિલ્લામાં છેલ્લા 30 કલાકમાં 18.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 284 રસ્તા બંધ કરાયા છે, 200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે..જાણો સમગ્ર સ્થિતિ

Gujrat Top Stories
Valsad Heavy Rain: વલસાડ વરસાદથી બેહાલ

Valsad News: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં છેલ્લા 30 કલાકથી (Valsad Heavy Rain) વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર (Disrupts Life) પહોંચાડી છે. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં 18.5 ઇંચ સુધી વરસાદ (18.5 Inches of Rain) નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે 284 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

(Valsad Heavy Rain): 30 કલાકમાં 18.5 ઇંચ સુધી વરસાદ

Valsad Heavy Rain: વલસાડ વરસાદથી બેહાલ
Valsad Heavy Rain: વલસાડ વરસાદથી બેહાલ

21 જુલાઈ સવારે 6 વાગ્યાથી 22 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો હતો. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા મુજબ કપરાડામાં 397 મીમી (15.63 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે ત્યારબાદ પણ વરસાદ યથાવત રહેતા કેટલાક વિસ્તારોમાં કુલ વરસાદ આશરે 18.5 ઇંચ સુધી પહોંચી ગયો હતો.

વલસાડના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં (Valsad Heavy Rain) ભારે વરસાદ નોંધાયો હતો. નાનાપોંઢામાં 11.02 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ, વલસાડ શહેરમાં 8.31 ઇંચ, વાપીમાં 7.28 ઇંચ, ધરમપુરમાં 6.77 ઇંચ અને ઉમરગામમાં 5.24 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળાઓમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી વરસાદ યથાવત

આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન વલસાડ શહેરમાં 5.79 ઇંચ, પારડીમાં 4.69 ઇંચ, ઉમરગામમાં 4.49 ઇંચ, કપરાડામાં 2.95 ઇંચ, નાનાપોંઢામાં 2.87 ઇંચ, વાપીમાં 2.40 ઇંચ અને ધરમપુરમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો હતો.

284 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ

Valsad Heavy Rain: વલસાડ વરસાદથી બેહાલ
Valsad Heavy Rain: વલસાડ વરસાદથી બેહાલ

ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે જિલ્લાના કુલ 284 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમાં કપરાડાના 64, પારડીના 59, નાનાપોંઢાના 56, વલસાડના 51, ધરમપુરના 44, ઉમરગામના 7 તથા ધરમપુર-વાંસદા માર્ગના 3 રસ્તાઓનો સમાવેશ થાય છે. જોખમી સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

બસ અને કારમાં ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ

નાનાપોંઢા વિસ્તારમાં પાણીના જોરદાર પ્રવાહમાં 16 મુસાફરો સાથેની ખાનગી બસ ફસાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ, ગ્રામજનો અને તરવૈયાઓએ સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.તે ઉપરાંત ધરમપુર તાલુકાના ગોપી ગામ નજીક માન નદી પરના પુલ પરથી પસાર થતી એક કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીથી કારચાલકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

200થી વધુ લોકોનું સ્થળાંતર

ઔરંગા નદીમાં પાણીનું સ્તર વધતા વલસાડ શહેરના કાશ્મીરનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું. સાવચેતીના ભાગરૂપે 200થી વધુ લોકોને નજીકની (200 residents shifted)  પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત લીલાપોર અને કોલાઈ ફળિયા સહિતના નદીકાંઠાના વિસ્તારોમાંથી પણ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

ઔરંગા નદીનું સ્તર સતત વધી રહ્યું છે, તંત્રની નાગરિકોને અપીલ

ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઔરંગા નદીમાં પાણીની આવક વધી રહી છે. ભૈરવી પુલ પાસે નદીનું જળસ્તર 4.5 મીટર સુધી પહોંચ્યું હોવાનું નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરતીની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જિલ્લા વહીવટી તંત્રએ લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ, કોઝવે અને પુલ પાર ન કરવા તેમજ નદી કિનારે જવાનું ટાળવા અપીલ કરી છે. નાગરિકોને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અને કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદ વચ્ચે STP પ્લાન્ટમાં ફસાયા 3 મજૂરો, NDRFએ બચાવ્યા જીવ

આ પણ વાંચો: નવસારીમાં પૂર્ણા નદીની સપાટી વધતા ફાયર ટીમનું એલર્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ

આ પણ વાંચો: વડોદરા પાણીગેટમાં તૂટેલા ગટરના ઢાંકણામાં રિક્ષા ખાબકી, ચાલકનો આબાદ બચાવ; પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ