New Delhi News: વિદ્યાર્થીઓના હિતના મુદ્દે પર બેઠેલા શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્ર સરકાર તરફથી હકારાત્મક આશ્વાસન મળ્યા બાદ પોતાની ભૂખ હડતાળ (Hunger strike) સમાપ્ત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સોનમ વાંગચુક સાથે મુલાકાત કરીને વિદ્યાર્થીઓની ચિંતાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સરકાર તરફથી રચનાત્મક સંવાદ અને યોગ્ય હસ્તક્ષેપની ખાતરી અપાયા બાદ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.
સરકારના આશ્વાસન બાદ વાંગચુકે Hunger strike સમાપ્ત કરી
મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીઓએ સરકાર તરફથી સકારાત્મક હસ્તક્ષેપ અને સંવાદની ખાતરી આપી હતી. આ આશ્વાસન બાદ સોનમ વાંગચુકે (Sonam Wangchuk)પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. સરકારનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે અને તેમની ચિંતાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રીઓએ કરી મુલાકાત
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા (JP Nadda)અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan)સોનમ વાંગચુકની મુલાકાત લીધી હતી. બંને મંત્રીઓએ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અને તેમની ચિંતાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. સરકાર તરફથી જણાવાયું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને રચનાત્મક સંવાદ શરૂ કરવામાં આવશે અને તેમની રજૂઆતો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.
PM મોદીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના હિત માટે પ્રતિબદ્ધ સરકાર
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર વિદ્યાર્થીઓના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે અને તેમના ભવિષ્યની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓના મુદ્દે ચર્ચા કરી હતી. સરકારના હકારાત્મક આશ્વાસન બાદ વાંગચુકે પોતાનો ભૂખ હડતળ સમાપ્ત કરી છે. જોકે માંગણીઓ યથાવત રાખી છે.
આ પણ વાંચો:સોનમ વાંગચુકના સમર્થનમાં ગુજરાતમાં વિરોધ પ્રદર્શન: અમદાવાદ, સુરત-જૂનાગઢ-ભાવનગરમાં ઉગ્ર દેખાવ
આ પણ વાંચો:સોનમ વાંગચુકે હોસ્પિટલ પાસે રજા માગી, ‘મારે સંસદ માર્ચમાં જવું છે’
