Ahmedabad Rain News: અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા હવે જીવલેણ સાબિત થઈ રહી છે. ગોમતીપુર વિસ્તારમાં પાણીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ (Waterlogging Death) મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ગોમતીપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ સ્થાનિક લોકોને જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક પ્રયાસ કરીને મૃતદેહ (Waterlogging Death)ને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ઘટનાની જાણ સંબંધિત તંત્રને કરવામાં આવી હતી.
મૃતકની ઓળખ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. રાહદારી વ્યક્તિ હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. પોલીસ અને સંબંધિત અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Waterlogging Death:વ્યક્તિનો મૃતદેહ મળતા તંત્ર સામે લોકોમાં રોષ
સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે અને યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઘટનાને લઈને લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને પાણીના ઝડપી નિકાલની કામગીરી અંગે પણ સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ સાથે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ
