Entertainment News :અભિનેતા-રાજકારણી વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ એ બોક્સ ઓફિસ (box office)પર શાનદાર શરૂઆત કરી હતી અને ભારતમાં પ્રથમ દિવસે 42.7 કરોડ રૂપિયા નેટ કમાણી નોંધાવી હતી. જોકે, શુક્રવારે ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. બીજા દિવસે ફિલ્મની કમાણી ધીમી રહી, તેમ છતાં રિલીઝના માત્ર બે જ દિવસમાં તેણે ભારતમાં 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને સિનેમાઘરોમાં પોતાનું મજબૂત પ્રદર્શન યથાવત રાખ્યું છે. એચ. વિનોદના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને રિલીઝના પહેલા જ દિવસે દર્શકો અને ફિલ્મ સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
વિકેન્ડ પર મોટા ધમાકાની આશા
જન નાયકન’ એ બીજા દિવસે 21.15 કરોડ રૂપિયા નેટની કમાણી કરી, જેના કારણે ભારતમાં ફિલ્મની કુલ નેટ કમાણી 63.85 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ આંકડો પ્રથમ દિવસે થયેલી 42.70 કરોડ રૂપિયાની કમાણીની સરખામણીએ 50.5 ટકા ઘટાડો દર્શાવે છે. બીજા દિવસે ફિલ્મે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી 10 કરોડ રૂપિયા ગ્રોસની કમાણી કરી હતી. આમ, ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ કલેક્શન 112.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
શુક્રવારે ફિલ્મની કુલ ઓક્યુપન્સી 44.33 ટકા રહી હતી. જેમાં સવારના શોમાં 32.77 ટકા, બપોરના શોમાં 37.23 ટકા, સાંજના શોમાં 47 ટકા અને રાત્રિના શોમાં સૌથી વધુ 60.31 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી. દિવસ આગળ વધતા દર્શકોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો. હિન્દી વર્ઝનની કુલ ઓક્યુપન્સી 11.48 ટકા રહી, જ્યારે તેલુગુ વર્ઝનમાં આખા દિવસ દરમિયાન 22.77 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી.
ફિલ્મની કમાણીમાં તમિલ વર્ઝનનો સૌથી મોટો ફાળો
શુક્રવારે પણ ફિલ્મની કમાણીમાં તમિલ વર્ઝનનો સૌથી મોટો ફાળો રહ્યો હતો, જેણે 17.95 કરોડ રૂપિયાની કમાણી કરી. બીજા દિવસે હિન્દી વર્ઝને 1.85 કરોડ રૂપિયા અને તેલુગુ વર્ઝને 1.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. મમિતા બૈજુ અભિનીત આ ફિલ્મની કુલ ઓક્યુપન્સી 44.33 ટકા રહી હતી અને દિવસ આગળ વધતા દર્શકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
‘જન નાયકન’ સાથે અભિનેતા વિજયએ પોતાના લગભગ ત્રણ દાયકાના લાંબા ફિલ્મી કરિયર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે .
આ સમયગાળા દરમિયાન તેમણે 60થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અનિરુદ્ધ રવિચંદરના સંગીતથી સજ્જ આ ફિલ્મમાં પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, પ્રિયામણી, ગૌતમ વાસુદેવ મેનન અને પ્રકાશ રાજ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળે છે. ‘જન નાયકન’ 23 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને વિજયના ફિલ્મી કરિયરની અંતિમ ફિલ્મ તરીકે ખાસ મહત્વ ધરાવે છે .
આ પણ વાંચો :રાજકુમાર રાવની બાયોપિક ‘પ્રહાર’ અટવાઈ: 7 મી ઓગસ્ટે રિલીઝ થવા પર સંકટના વાદળો
આ પણ વાંચો :આમિર ખાને અશનીર ગ્રોવરની બાયોપિક છોડી, શ્રદ્ધા કપૂરના નવા હીરોની શોધ શરૂ!
આ પણ વાંચો :અમિતાભ બચ્ચનની હેલ્થ પોસ્ટનું સસ્પેન્સ ખતમ: ICU અને સર્જરીની પોસ્ટ પર બિગ બીએ કરી સ્પષ્ટતા
