Ahmedabad News/ અમદાવાદમાં વરસાદ બાદ હાલત ગંભીર! બોપલમાં લોકો ઘરોમાં કેદ, ધોળકામાં બે મૃતદેહ મળ્યા

Ahmedabad Waterlogging: અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ બોપલમાં ચાર દિવસથી પાણી ભરાયેલા છે, ધોળકામાં બે પુરુષોના મૃતદેહ મળ્યા છે અને વણિતળાવ ગામનો સંપર્ક તૂટતાં NDRF દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે

Top Stories Ahmedabad
Ahmedabad Waterlogging: જનજીવન હજુ અસ્તવ્યસ્ત

Ahmedabad Rain News: અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ (Ahmedabad Waterlogging) પણ સામાન્ય બની નથી. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી ભરાવા, રસ્તા બંધ થવા, રેસ્ક્યુ કામગીરી અને દુર્ઘટનાઓના બનાવો સામે આવી રહ્યા છે. બોપલમાં ચાર દિવસ બાદ પણ પાણી (Ahmedabad Waterlogging) ઓસર્યા નથી, જ્યારે ધોળકામાં પાણીના પ્રવાહમાંથી બે પુરુષોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ વણિતળાવ ગામનો સંપર્ક તૂટી જતાં NDRF અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Waterlogging: ધોળકામાં પાણીના વહેણમાંથી બે મૃતદેહ મળતા તપાસ શરૂ

ધોળકા તાલુકામાં (Dholka News) ભારે વરસાદ વચ્ચે બે અલગ-અલગ સ્થળેથી પુરુષોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કલીકુંડ ખાતે સરસ્વતી વિદ્યાલય નજીક તેમજ મફલીપુર ગામ પાસે પાણીના પ્રવાહમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. ધોળકા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે મૃતકો પાણીના પ્રવાહમાં તણાઈ આવ્યા હોવાની શક્યતા માનવામાં આવી રહી છે, જોકે ઘટનાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

બોપલમાં ચાર દિવસ બાદ પણ પાણીનો કબજો, લોકો ઘરોમાં કેદ

Ahmedabad Waterlogging: જનજીવન હજુ અસ્તવ્યસ્ત

અમદાવાદના બોપલ ગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ હજુ (Bopal Flood) યથાવત છે. ચાર દિવસ વીતી ગયા છતાં અનેક રહેણાંક વિસ્તારોમાંથી પાણી ઓસર્યું નથી. લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે અને દૂધ, શાકભાજી સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ ઉઠાવી છે.

બોપલની શાળા અને સોસાયટીઓમાં પણ પાણીનો ભરાવો

બોપલ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસી જતાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક રજા જાહેર કરવાની ફરજ પડી છે. શાળા પરિસરમાંથી પાણી કાઢવા માટે છેલ્લા બે દિવસથી પંપ મુકાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સતત વરસાદને કારણે સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.

બોપલની શ્રી શુભ સોસાયટીમાં છેલ્લા 48 કલાકથી વરસાદી અને ગટરના પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની છે. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર તરફથી કોઈ અસરકારક મદદ મળી નથી, જેથી તેઓએ પોતાના ખર્ચે પાણી બહાર કાઢવા પંપ મંગાવ્યા છે. સ્થાનિકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે છેલ્લા ત્રણ દિવસથી કોઈ જવાબદાર અધિકારી કે તંત્રની ટીમ મદદ માટે પહોંચી નથી અને માત્ર ફોટા-વિડિયો માટે નેતાઓની મુલાકાતો થઈ રહી છે.

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે યુનિવર્સિટી વિસ્તાર પાણીમાં

Ahmedabad Waterlogging: જનજીવન હજુ અસ્તવ્યસ્ત

અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી સમર્થ ગર્લ્સ હોસ્ટેલના પ્રવેશદ્વાર અને આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વિદ્યાર્થીનીઓ, વાલીઓ અને મુલાકાતીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

વણિતળાવમાં ભોગાવો નદી ઉફાન પર, ગામનો સંપર્ક તૂટ્યો

Ahmedabad Waterlogging: જનજીવન હજુ અસ્તવ્યસ્ત

ભારે વરસાદને પગલે ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા વણિતળાવ ગામનો આસપાસના વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. ગામમાં ટાપુ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ અને NDRFની ટીમોએ (NDRF Rescue) બચાવ કામગીરી શરૂ કરી છે. ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આનંદપુર અને બુરાનપુર તરફ જતાં માર્ગો પર પણ પાણી ફરી વળતાં સુરક્ષાના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા લોકોને નદી અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

વરસાદ બાદ પણ પડકાર યથાવત

અમદાવાદ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં પાણીના નિકાલની ધીમી ગતિ, જળબંબાકાર વિસ્તારો, તૂટી પડેલો સંપર્ક, શૈક્ષણિક સંસ્થાઓમાં સર્જાયેલી મુશ્કેલીઓ અને ધોળકામાં સામે આવેલી દુર્ઘટના દર્શાવે છે કે સામાન્ય જનજીવન હજુ સંપૂર્ણપણે પૂર્વવત થયું નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ અને પાણી નિકાલની કામગીરી ઝડપી બનાવવા સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો: ઉત્તરથી પૂર્વ ગુજરાત સુધી વરસાદનો કહેર, વિરમગામમાં હજુ પાણી અને દાહોદમાં નવો રોડ ધોવાયો

આ પણ વાંચો: રાજકોટ એરપોર્ટ પર મુંબઈથી આવેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, આગની આશંકાથી તંત્ર એલર્ટ

આ પણ વાંચો: ભારે વરસાદથી પુસ્તકો ખરાબ થયા? ગુજરાત સરકાર આપશે નવા પાઠ્યપુસ્તકો મફતમાં