sports news/ CWG 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યો વધુ એક સિલ્વર, વેઇટલિફ્ટિંગમાં કુલ 199 કિગ્રા વજન ઉપાડ્યું

Gyaneshwari Yadav: CWG 2026માં જ્ઞાનેશ્વરી યાદવે કુલ 199 કિલોગ્રામ વજન ઉઠાવી ભારતને વધુ એક સિલ્વર મેડલ અપાવ્યો. વેઇટલિફ્ટિંગમાં ભારતનો મેડલ આંક વધુ મજબૂત બન્યો. આગળ વાંચો સમગ્ર માહિતી

Top Stories Sports
Gyaneshwari Yadav: ભારતને વધુ એક સિલ્વર

CWG 2026: ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) મહિલા સ્પર્ધામાં કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ (Silver Medal)  જીત્યો છે. આ સાથે ભારતના ખાતામાં વધુ એક મેડલ ઉમેરાયો છે, જ્યારે વેઇટલિફ્ટિંગમાં દેશનો આ ચોથો મેડલ બન્યો છે.

Gyaneshwari Yadav: 199 કિલોગ્રામ વજન ઉપાડીને જીત્યો સિલ્વર

Gyaneshwari Yadav: ભારતને વધુ એક સિલ્વર

રાજનંદગાંવની રહેવાસી જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) સ્પર્ધામાં સ્નેચમાં 88 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિલોગ્રામ (India Weightlifting) વજન સફળતાપૂર્વક ઉપાડ્યું. બંને ઇવેન્ટનું કુલ 199 કિલોગ્રામ વજન નોંધાવી તેમણે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. સમગ્ર સ્પર્ધા દરમિયાન નાઇજીરીયાની ઓનોમ ઓમોલોલા દિદિહ તરફથી તેમને કઠિન પડકાર મળ્યો હતો.

ભારતના મેડલમાં થયો વધારો

જ્ઞાનેશ્વરીના સિલ્વર સાથે ભારતનો કોમનવેલ્થ ગેમ્સમાં કુલ મેડલ આંક વધુ મજબૂત બન્યો છે. આ પહેલાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ, જ્યારે ઋષિકાંત સિંહ અને રાજા મુથુપાંડીએ સિલ્વર મેડલ જીત્યા હતા. ઉપરાંત ઝાંડુ કુમારે પુરુષોની હેવીવેઇટ પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો.

પ્રતિષ્ઠા સામંત મેડલથી રહી વંચિત

ભારતીય જિમ્નાસ્ટ પ્રતિષ્ઠા સામંત મહિલા વોલ્ટ ફાઇનલમાં મેડલ જીતવાની નજીક પહોંચી હતી, પરંતુ અંતે છઠ્ઠા સ્થાને રહી. તેમણે પ્રથમ પ્રયાસમાં 12.700 અને બીજા પ્રયાસમાં 12.666 સ્કોર નોંધાવ્યો હતો. બંને પ્રયાસનો સરેરાશ 12.683 રહ્યો, છતાં તેઓ ટોપ-3માં સ્થાન મેળવી શકી નહોતી.


આ પણ વાંચો: CWG 2026: મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ, 190 કિલો વજન ઉઠાવી રચ્યો ઇતિહાસ; ઋષિકાંતે જીત્યો સિલ્વર

આ પણ વાંચો: એશિયન ગેમ્સ 2026માં ગુજરાતનો ઐતિહાસિક દબદબો, 9 ખેલાડીઓ કરશે ભારતનું પ્રતિનિધિત્વ

આ પણ વાંચો: 18 વર્ષની અનાહત સિંહે રચ્યો ઈતિહાસ, ભારત માટે ગોલ્ડ જીતનારી પ્રથમ ખેલાડી બની