Morbi News/ ટંકારાની લજાઈ ચોકડી પાસે રસ્તા મુદ્દે ચક્કાજામ

મોરબી (Morbi) જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલી લજાઈ ચોકડી (Lajai Chokdi)પાસે ખરાબ અને ઉબડખાબડ રસ્તાને લઈને સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોએ સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો

Gujarat Rajkot
મોરબી (Morbi) જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલી લજાઈ ચોકડી (Lajai Chokdi)પાસે ખરાબ અને ઉબડખાબડ રસ્તાને લઈને સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોએ સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ (Road Protest) નોંધાવ્યો હતો

Morbi News : મોરબી (Morbi) જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલી લજાઈ ચોકડી (Lajai Chokdi)પાસે ખરાબ અને ઉબડખાબડ રસ્તાને લઈને સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોએ સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ (Road Protest) નોંધાવ્યો હતો. વર્ષોથી રસ્તાની હાલત સુધારવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકો રસ્તા પર ઉતર્યા હતા.

લજાઈ ચોકડી (Lajai Chokdi)પાસે ચક્કાજામથી વાહનોની લાંબી કતારો

સ્થાનિકોના વિરોધને કારણે સ્ટેટ હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો (Traffic Jam)લાગી ગઈ હતી. થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વિરોધ દરમિયાન લોકોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા અને રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી.

2016માં થઈ હતી ફોરલેન રોડની જાહેરાત

મોરબી-રાજકોટ માર્ગને ફોરલેન (Four Lane Project)બનાવવા માટે ઓગસ્ટ 2016માં જાહેરાત કરવામાં આવી હતી. જોકે આઠ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રોડનું કામ હજુ સંપૂર્ણ પૂર્ણ થયું નથી. અધૂરા કામના કારણે અનેક સ્થળોએ મોટા ખાડા પડી ગયા છે, જે વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે.

અકસ્માતોનું જોખમ વધ્યું

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાસ કરીને લજાઈ ચોકડીથી મોરબી સુધીના માર્ગ પર રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ છે. ખાડાઓને કારણે રોજિંદા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ પણ વારંવાર સામે આવે છે.

સહી ઝુંબેશ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી

વિરોધ દરમિયાન સ્થાનિકોએ સહી ઝુંબેશ પણ શરૂ કરી હતી. તેઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની મરામત અથવા ફોરલેનનું અધૂરું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.


આ પણ વાંચો : પાલનપુર હાઈવે પર ચક્કાજામ : 5 કિમી સુધી વાહનોની લાઈન લાગી, વરસાદ બન્યો વિલન

આ પણ વાંચો : ટોલટેક્સ વિરોધ : સ્થાનિક ટ્રાન્સપોર્ટ સંચાલકોનો ભરૂચ હાઈવે પર ચક્કાજામ

આ પણ વાંચો : મહુવા હાઈવે પર ચક્કાજામનો મામલો,મંતવ્ય ન્યૂઝના અહેવાલની પડી અસર,હાઈવે પર ગાબડા પુરવાનું કામ શરૂ કરાયું