Relationship & Intimacy Issues: લગ્નજીવનમાં શારીરિક સંબંધોને લઈને અસંતોષ કેમ ઉભો થાય છે અને પત્નીઓ શા માટે શારીરિક સંબંધોથી દૂર રહેવા લાગે છે, તે એક મોટો સવાલ છે. એક સેક્સ એજ્યુકેટર અને રિલેશનશિપ કાઉન્સિલરના અનુભવ મુજબ, બેડરૂમમાં થતી સમસ્યાઓ પાછળ માત્ર શારીરિક જ નહીં પરંતુ ઊંડા માનસિક અને ભાવનાત્મક કારણો છુપાયેલા હોય છે.

ભાવનાત્મક સહારો અને રોમાન્સનો અભાવ
જ્યારે તકલીફ સમજવાની કોશિશ કરવામાં આવી ત્યારે અનેક મહિલાઓએ ખુલાસો કર્યો કે તેઓ શા માટે પત્નીઓ તરીકે શારીરિક સંબંધોમાં રસ નથી દાખવતી.
ઘરના અનંત કામો, બાળકોની જવાબદારીઓ, પતિ અને સાસરિયાઓની સેવા કરવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીઓને જ્યારે પતી તરફથી જરાય ભાવનાત્મક સહારો (Emotional Support) નથી મળતો, ત્યારે શારીરિક ક્રિયામાં તેમની રૂચિ સ્વાભાવિક રીતે જ ઘટી જાય છે.
ઘણી મહિલાઓ માટે આંતરંગતા માત્ર એક શારીરિક જરૂરિયાત નથી, પણ તે માનસિક અને ભાવનાત્મક જોડાણ સાથે જોડાયેલી હોય છે.
પરંપરાગત ભૂમિકાઓ અને માનસિક થાક(Married Life)
જે સંબંધોમાં લૈંગિક ભૂમિકાઓ (Gender Roles) ખૂબ જ સખત રીતે થોપી દેવામાં આવે છે અને ભાવનાત્મક લગાવ શૂન્ય થઈ જાય છે, ત્યાં સંબંધોમાં અંતર વધવા લાગે છે.
જો લગ્નજીવન માત્ર વ્યવહાર કે ફરજોના આદાન-પ્રદાન પૂરતું સીમિત થઈ જાય, તો તે જીવનસાથી માટે અત્યંત નિરાશાજનક બની શકે છે.
સ્વસ્થ સંબંધ અને સાચો સ્નેહ શું છે?
આ સમસ્યાનો ઉકેલ એ છે કે એક સ્વસ્થ સંબંધમાં સાથીઓ(Married Life) એકબીજાને સાચા દિલથી સ્નેહ અર્પણ કરે.
જે સંબંધોમાં રોજિંદા રોમાન્સ અને પ્રેમની છોળો છૂટે છે, ત્યાં શારીરિક સંબંધો(Married Life) પણ વધુ સાર્થક અને સંતોષકારક બને છે. ભાવનાત્મક નિકટતા વગર માત્ર શારીરિક સંબંધોની અપેક્ષા રાખવી એ સંબંધોમાં તિરાડનું મુખ્ય કારણ બને છે.


