Mohammad Amir British Citizenship PSL Career Impact: પાકિસ્તાનમાં જન્મેલા અને પાકિસ્તાન માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલા ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર હવે પોતાના જ દેશમાં એક વિદેશી ખેલાડી તરીકે રમતા નજરે પડી શકે છે. તાજેતરમાં જ બ્રિટિશ નાગરિકતા મેળવનાર આમીર સામે હવે પાકિસ્તાન સુપર લીગ (PSL) ની કારકિર્દીને લઈને નવા પડકારો ઊભા થયા છે.
બ્રિટિશ નાગરિકતા મળવાથી PSL કારકિર્દી પર અસર
34 વર્ષીય મોહમ્મદ આમીરે(Pakistani Cricketer Amir) થોડા સમય પહેલાં ઇંગ્લેન્ડની નાગરિકતા મેળવી લીધી છે. અગાઉ તેઓ PSL માં સ્થાનિક ખેલાડી તરીકે રમતા હતા, પરંતુ હવે બ્રિટિશ નાગરિક બન્યા બાદ તેમને ‘વિદેશી ખેલાડી’ ગણવામાં આવશે.
જો કોઈ ફ્રેન્ચાઇઝી આમીરને(Pakistani Cricketer Amir) પોતાની ટીમમાં રાખવા માંગતી હોય, તો તેણે પોતાના સીમિત વિદેશી ખેલાડીઓના સ્લોટમાંથી એક સ્લોટ આમીર માટે વાપરવો પડશે, જેના કારણે તેમની ટીમમાં પસંદગી થવી વધુ મુશ્કેલ બની શકે છે.

રાવલપિંડી ટીમ સાથેનો કરાર અને તાજેતરનું પ્રદર્શન
ગત સિઝનમાં આમીર રાવલપિંડી ફ્રેન્ચાઇઝીનો હિસ્સો હતા અને તેમને 5.4 કરોડ પાકિસ્તાની રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. તેમને 2026 અને 2027ની સિઝન માટે કરાર મળ્યો હતો, પરંતુ તે સ્થાનિક ખેલાડી તરીકે હતો. નાગરિકતા બદલાયા બાદ આ કરારની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.
આમીરનું(Pakistani Cricketer Amir) તાજેતરનું પ્રદર્શન પણ ખાસ રહ્યું નથી. ‘ધ હંડ્રેડ’ માં ૫ મેચમાં 5 વિકેટ અને વાઈટાલિટી (Vitality)બ્લાસ્ટમાં 7 મેચમાં 6 વિકેટ જ મેળવી શક્યા છે, જો કે તેમનો ઇકોનોમી રેટ સારો રહ્યો છે.
PSL ના નિયમો અને ભવિષ્ય(Pakistani Cricketer Amir)
PSL ના નિયમો મુજબ ફ્રેન્ચાઇઝી મહત્તમ 7 ખેલાડીઓને રિટૅન (Retain)કરી શકે છે. રાવલપિંડી ટીમ તેમને સ્થાનિક ખેલાડી તરીકે રિટૅન કરી શકે નહીં, તેથી કાં તો કરાર બદલવો પડશે અથવા તેમને રિલીઝ કરવા પડશે.
એવી પણ અટકળો છે કે PSL 2027 આમીરની આખરી સિઝન સાબિત થઈ શકે છે, જો કે આ અંગે પીસીબી (PCB) કે આમીર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો :કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા વધુ બે ગોલ્ડ અને બે મેડલ; મેડલ ટેલીમાં ભારત છઠ્ઠા સ્થાને
આ પણ વાંચો :17 વર્ષની તન્વી શર્માએ રચ્યો ઇતિહાસ, તાઇપેઈ ઓપનનો ખિતાબ જીતનારી સૌથી યુવા શટલર બની
આ પણ વાંચો :મુંડન કરાવી તિરુપતિ પહોંચ્યો હાર્દિક પંડ્યા, વેંકટેશ્વર સ્વામીના આશીર્વાદ લીધા
