Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ અમદાવાદમાં ATM ફ્રોડ કરતી મેવાતી ગેંગનો પર્દાફાશ, 146 ATM કાર્ડ સાથે 3 શખ્સ ઝડપાયા

અમદાવાદમાં ATM Fraud કરતી મેવાતી ગેંગ (Mewati Gang)નો નારોલ પોલીસે (Narol Police)પર્દાફાશ કર્યો છે

August 14, 2026Nikunj Patel
Gujarat Ahmedabad
અમદાવાદમાં ATM Fraud કરતી મેવાતી ગેંગ (Mewati Gang)નો નારોલ પોલીસે (Narol Police)પર્દાફાશ કર્યો છે

Ahmedabad News : અમદાવાદમાં ATM Fraud કરતી મેવાતી ગેંગ (Mewati Gang)નો નારોલ પોલીસે (Narol Police)પર્દાફાશ કર્યો છે. ATM સેન્ટરમાં ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનું PIN જોઈ લેતી અને હાથચાલાકીથી અસલી ATM કાર્ડ બદલીને ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી ગેંગના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 146 ATM કાર્ડ સહિત કુલ રૂ. 3.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ATMમાં મદદના બહાને કરતા હતા છેતરપિંડી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ATM સેન્ટરમાં રૂપિયા ઉપાડવા અથવા PIN બદલવા આવતા લોકોને ટાર્ગેટ કરતા હતા. ગ્રાહક ATMમાં PIN નાખે ત્યારે આરોપીઓ નજર ચોરીને PIN જોઈ લેતા હતા. ત્યારબાદ કોઈ બહાનું બનાવી ગ્રાહકની મદદ કરવાના નામે તેમનું અસલી ATM કાર્ડ હાથચાલાકીથી બદલી નાખતા હતા.

કાર્ડ અને PIN બંનેની માહિતી મળી ગયા બાદ આરોપીઓ સ્વાઇપ મશીન અથવા અન્ય ATM મારફતે ગ્રાહકના બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. છેતરપિંડી કર્યા બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઈ જતા હતા.

હરિયાણાથી ટ્રેન મારફતે અમદાવાદ આવતા

પોલીસના જણાવ્યા મુજબ, ગેંગના સભ્યો હરિયાણાથી ટ્રેન મારફતે અમદાવાદમાં આવીને ATM Fraud કરતા હતા. અમદાવાદમાં રહેતો એક સ્થાનિક વ્યક્તિ તેમને રહેવા અને અવરજવર માટે બાઇકની વ્યવસ્થા કરી આપતો હતો.

છેતરપિંડી કર્યા બાદ આરોપીઓ ફરી હરિયાણા પરત જતા હતા. નારોલ પોલીસે ગેંગના ત્રણ મુખ્ય સાગરીતોને ઝડપી લીધા છે, જ્યારે જાવેદ નામનો એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.

146 ATM કાર્ડ અને સ્વાઇપ મશીન મળ્યાં

નારોલ પોલીસે આરોપીઓ પાસેથી ગુજરાત સહિત અન્ય રાજ્યોના કુલ 146 ATM કાર્ડ, 2 સ્વાઇપ મશીન, 3 મોબાઇલ ફોન, આશરે રૂ. 3.84 લાખ રોકડ અને એક બાઇક કબજે કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 3.94 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાન ગુજરાત અને હરિયાણાના કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો

પોલીસે જે ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે તેમાં અમદાવાદના મણિનગર, નારોલ, વેજલપુરના બે ગુના, ઈસનપુર, ગાયકવાડ હવેલી અને સાબરમતી વિસ્તારના ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવસારીના ચીખલીમાં નોંધાયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.

આરોપીઓ સામાન્ય રીતે મજૂરી કે અન્ય કામ કરતા હોવાના બહાને રહેતા હતા, પરંતુ પોલીસ તપાસમાં તેઓ ATM ફ્રોડની ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓની ક્રાઈમ કુંડળી પણ સામે આવી

પકડાયેલા આરોપીઓમાં યોગરાજ જાટવ હરિયાણામાં અનાજ દળવાની ઘંટી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તેની સામે દિલ્હીમાં એક ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

બીજો આરોપી આસિફ મેવ કડિયા કામ કરતો હોવાનું સામે આવ્યું છે અને તેની સામે ઉત્તર પ્રદેશના કાસના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સ્થાનિક સપોર્ટર તરીકે કામ કરનાર આરોપી બહારથી આવતા આરોપીઓ માટે રહેવા અને બાઇકની વ્યવસ્થા કરતો હતો.

146 ATM કાર્ડના માલિકોની તપાસ શરૂ

હવે પોલીસ દ્વારા કબજે કરાયેલા 146 ATM Card કોના છે અને આ કાર્ડનો ઉપયોગ કરીને ગેંગે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી મળી આવેલા સ્વાઇપ મશીન અને અન્ય સાધનોની પણ તપાસ હાથ ધરાઈ છે.

પોલીસને આશંકા છે કે ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હોઈ શકે છે. સમગ્ર નેટવર્ક અને તેના અન્ય સાગરીતો સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

ATM વાપરતી વખતે ખાસ સાવચેતી રાખો

ATMમાં PIN નાખતી વખતે આસપાસ કોઈ અજાણી વ્યક્તિ ઊભી હોય તો સાવચેત રહેવું જરૂરી છે. PIN કોઈને દેખાય નહીં તેની તકેદારી રાખવી અને અજાણ્યા વ્યક્તિની મદદ લેવાનું ટાળવું જોઈએ. ATM Card પરત મળ્યા બાદ કાર્ડ પોતાનું જ છે કે નહીં તે પણ ચકાસવું જરૂરી છે.


આ પણ વાંચો : વિદ્યાનગરમાં ATM ફ્રોડ! બે ગઠિયાઓએ અનોખી રીતે કરી ચોરી

આ પણ વાંચો : શું તમે ATM ફ્રોડથી બચવા માંગો છો ? તો આ 9 બાબતોનું ધ્યાન રાખો

આ પણ વાંચો : ATM ફ્રોડના શિકાર બન્યો આ એકટર, 50 હજારની થઈ છેતરપિંડી, નોંધાવી FIR

Post navigation

Mission Cyber Rakshika: મહિલાઓને ઓનલાઈન હેરાન કરતા 8 આરોપીઓની ધરપકડ
વડોદરાના યુવક સાથે કેનેડાની નોકરીના નામે ઠગાઈ, ₹1.10 લાખ પડાવ્યા અને પાસપોર્ટ લીધો; ₹2 લાખ માગી ધમકી

More Posts

Unseasonal rain/ ગુજરાતમાં ફરીથી માવઠાનો માર, ખેડૂતો થશે બેહાલ

December 21, 2023December 26, 2023jani

Valsad News/ વલસાડના તિથલમાં અનોખી દોડ યોજાઈ, સાડી રનનું આયોજન કરાયું

March 9, 2025Komal Patel
IIT

Gandhinagar News/ ગાંધીનગર IITની સિદ્ધિ : વરસાદ જ નહીં પરંતુ પૂરની પણ આગાહી થશે

February 6, 2026jani
Mahudi Jain Tirth Trust Controversy

Gandhinagar News/ મહુડી તીર્થ વિવાદ! ‘ચોરીમાં પકડાયેલા લોકોની દાગીના અને ટ્રસ્ટની સંપત્તિ પર નજર’, ભૂપેન્દ્ર વેરાનો આક્ષેપ

February 7, 2026Kinjal Pradipkumar Patel
rupanijis son

CM રૂપાણી/ મુખ્યમંત્રી રૂપાણીના પુત્ર ઋષભના વેવિશાળ થશે નિર્ધારિત, આ કન્યા બનશે પુત્રવધુ

December 10, 2020December 10, 2020Bhavini vasani

Veraval Civil Hospital/ વેરાવળ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર નશામાં પકડાયા

April 28, 2024April 28, 2024jani

Surat News/ સુરતનો તાપી નદી પરનો વીયર કમ કોઝવે ચાર મહિનાથી બંધ:25 વર્ષમાં ચોથીવાર નવેમ્બર મહિનામાં ઉકાઈ ડેમ 345 ફૂટની ભયજનક સપાટીએ પહોંચ્યો

November 5, 2025Nikunj Patel

ચક્રવાત બિપરજોય/ ગુજરાત પર મુસીબત બનીને ત્રાટકી શકે બિપરજોય વાવાઝોડું

June 12, 2023jani

Election/ 6 કોર્પોરેશન-144 વોર્ડ-575 બેઠકો માટેનું મતદાન, જાણો સંવેદનશીલ-અસંવેદનશીલ મતદાનમથકો

February 19, 2021February 20, 2021hardik shah

Not Set/ અમદાવાદ: ગેરકાયદેસર બાંધકામનો મામલો, પૂર્વ IPS સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે આપી રાહત

July 25, 2018July 26, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy