Gandhinagar News : ગુજરાતમાં આ વર્ષે અપેક્ષા પ્રમાણે વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા (Farmers Concern)વધી છે. રાજ્યના વરસાદ અંગે માહિતી આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં જે પ્રમાણમાં વરસાદ થવો જોઈએ તેની સરખામણીએ ઓછો વરસાદ (Rain Deficit) નોંધાયો છે. સરકાર દ્વારા વરસાદની સ્થિતિની સમીક્ષા કરીને અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું આંકલન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ (Rain Deficit)વધુ હોવાથી ખેતીના પાકને લઈને ચિંતા ઊભી થઈ છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ઓછા વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.
ઓછા વરસાદવાળા ((Rain Deficit)વિસ્તારોમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા
ઓછો વરસાદ થયો હોય તેવા વિસ્તારોમાં પશુધન માટે ઘાસચારો વ્યવસ્થા (Fodder Arrangement) કરવામાં આવી છે. તેની સાથે પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે પણ સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ખેડૂતોના પાકને ટકાવી રાખવા માટે સિંચાઈ અને વીજળી સંબંધિત વ્યવસ્થાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબ પાણીનો જથ્થો અનામત રાખીને ખેડૂતોને પાક બચાવવા માટે પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
ડેમના પાણીનો ઉપયોગ કરી પાક બચાવવાનો પ્રયાસ
વરસાદની અછત વચ્ચે ઉપલબ્ધ જળસ્રોતનો યોગ્ય ઉપયોગ કરીને પાકને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ ખેતી માટે કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સરકારનું મુખ્ય ધ્યાન હાલ વરસાદની ઘટ ધરાવતા વિસ્તારોમાં ખેડૂતોને શક્ય તેટલી મદદ પૂરી પાડવા અને પાકને નુકસાનથી બચાવવા પર છે.
ચોમાસા બાદ પાક નુકસાનનો સર્વે
ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ માટે કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. ચોમાસું પૂર્ણ થયા બાદ પાક નુકસાન સર્વે (Crop Damage Survey) હાથ ધરી વાસ્તવિક નુકસાનનું આકલન કરવામાં આવશે.
હાલ સરકાર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પાણી, ઘાસચારો અને વીજળીની વ્યવસ્થા કરીને ખેડૂતોને રાહત આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
