US Inflation Iran Update: અમેરિકામાં વધતી મોંઘવારી અને ઇંધણના ઊંચા ભાવને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ખાસ કરીને ડીઝલના ભાવમાં થયેલા જંગી વધારાની સીધી અસર પરિવહન અને માલસામાનના ખર્ચ પર પડી રહી છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે વૈશ્વિક ઇંધણ સપ્લાય પર અસર પડી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે અમેરિકન અર્થતંત્ર પર પણ દબાણ વધ્યું છે. અમેરિકાના શ્રમ વિભાગના આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં ગ્રાહક ભાવાંક એટલે કે CPIમાં વાર્ષિક ધોરણે 3.4 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં કિંમતોમાં 0.4 ટકાનો માસિક વધારો થયો છે. અગાઉના મહિનામાં આ વધારો 0.1 ટકા હતો. મોંઘવારીમાં ફરી ઝડપ આવતાં અમેરિકન અર્થતંત્ર અને ફેડરલ રિઝર્વ સામે પડકાર વધી શકે છે.

ડીઝલના ભાવ 6 ડોલર પ્રતિ ગેલનને પાર
અમેરિકામાં ડીઝલના (Iran) ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. AAAના આંકડા પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે ડીઝલની સરેરાશ કિંમત 6.05 ડોલર પ્રતિ ગેલન સુધી પહોંચી ગઈ છે. એક અઠવાડિયા પહેલાં આ કિંમત 5.85 ડોલર હતી, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ડીઝલ લગભગ 3.70 ડોલર પ્રતિ ગેલન હતું. ડીઝલના ભાવમાં વધારાથી ટ્રકિંગ અને પરિવહન ઉદ્યોગનો ખર્ચ વધી રહ્યો છે. તેનો બોજ અંતે માલસામાનની કિંમતોમાં વધારો કરીને સામાન્ય ગ્રાહકો સુધી પહોંચી શકે છે. મોંઘવારી સાથે ઊંચા ઇંધણ ખર્ચ અને વ્યાજદરના દબાણ વચ્ચે અમેરિકાના હાઉસિંગ માર્કેટ પર પણ અસર જોવા મળી રહી છે. ઘર ખરીદી-વેચાણની (Iran) પ્રવૃત્તિ ધીમી પડી રહી છે. બીજી તરફ, અનેક વ્યવસાયો ડિલિવરી અને ઓનલાઈન ઓર્ડર માટે વધારાનો ચાર્જ વસૂલવા લાગ્યા છે.
ટ્રમ્પ સરકાર માટે પડકાર વધ્યો
મોંઘવારી અને ઇંધણના વધતા ભાવ અમેરિકન ગ્રાહકોના બજેટ પર સીધી અસર કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ઊર્જા બજારમાં અસ્થિરતા યથાવત રહે તો આવનારા સમયમાં પરિવહનથી લઈને રોજિંદી ચીજવસ્તુઓ સુધી અનેક ક્ષેત્રોમાં ખર્ચ(Iran) વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન માટે મોંઘવારીને કાબૂમાં રાખવી અને અમેરિકન અર્થતંત્રને સ્થિર રાખવું મોટો પડકાર બની શકે છે.
આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ
