Kutch News: પશ્ચિમ કચ્છમાં દારૂબંધીના કાયદાના અમલ માટે પોલીસ દ્વારા ચાલી રહેલી કામગીરી વચ્ચે મુંદરા મરીન વિસ્તારમાં લોકલ ક્રાઇમ (Mundra Liquor) બ્રાન્ચે કાર્યવાહી કરી છે. LCBની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે કાર્યવાહી કરાઈ
મળેલી માહિતીના આધારે પશ્ચિમ કચ્છ LCBની ટીમે મુંદરા મરીન પોલીસ (Mundra Marine Police) સ્ટેશનની હદમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે રાખવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે સ્થળ પરથી એક શખ્સને ઝડપી લીધો હતો.
Mundra Liquor : 178 બોટલ અને 24 બિયર ટીન કબજે
પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 178 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત 24 બિયરના ટીન પણ મળી આવ્યા હતા. દારૂ અને બિયરના જથ્થાની કિંમત પોલીસ દ્વારા રૂ. 50,480 આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસ દ્વારા આરોપી પાસેથી રૂ. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. આમ, દારૂ-બિયર અને મોબાઇલ સહિત પોલીસે કુલ રૂ. 60,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મુંદરાના રહેવાસીની ધરપકડ
આ કેસમાં પોલીસે મુંદરા તાલુકાના વવાર ગામના રહેવાસી માણેક સુમાર બારોટને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને જપ્ત કરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ કાર્યવાહી પશ્ચિમ કચ્છ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ ટીમમાં જોડાયા હતા.
દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો?
મુંદરા મરીન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હવે તપાસ દરમિયાન દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં મોટો ઉછાળો; સરકારને લાખોની આવક
આ પણ વાંચો: જન્માષ્ટમીની દહીંહાંડીમાં મટકી સાથે દારૂની બોટલો બાંધી, ફોટો વાયરલ થતાં ત્રણની ધરપકડ
આ પણ વાંચો: સિગારેટ કે દારૂ કરતાં પણ વધુ ઘાતક છે આ માનસિક સ્થિતિ! તબીબોએ આપી ગંભીર ચેતવણી
