Vadodara News/ વડોદરામાં ગણેશોત્સવના ફાળાને લઈને ધીંગાણું, યુવક પર લાકડીથી હુમલો; CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

વડોદરાના ચોખંડી વિસ્તારમાં ગણેશોત્સવના ફાળા અને ખર્ચને લઈને બોલાચાલી (Vadodara Ganeshotsav Clash) બાદ યુવક પર લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Ganeshotsav Clash: ગણેશોત્સવના ફાળાને લઈને બે જૂથ વચ્ચે મારામારી, યુવક પર લાકડીથી હુમલો

Vadodara News: વડોદરા શહેરમાં ગણેશોત્સવની આગમન યાત્રા પૂર્ણ થયા બાદ ગણેશોત્સવના ફાળા અને ખર્ચની વાતને લઈને બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી (Vadodara Ganeshotsav Clash) થયાની ઘટના સામે આવી છે. ચોખંડીવાદી વાડા પોળ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક યુવકને લાકડીના ફટકા મારવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. સમગ્ર બનાવ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થયો છે.

ગણેશ આગમન યાત્રા બાદ નાસ્તો કરવા ગયા હતા

ચોખંડીવાદી વાડા પોળમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા જતિનભાઈ શંકરભાઈ પટણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા 20 વર્ષથી તેમના મોહલ્લામાં ‘ચોખંડી યુથ ફેડરેશન’ના નામે ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરી પૂજા-આરતી કરતા આવે છે. 13 સપ્ટેમ્બરના રોજ ફેડરેશન દ્વારા પ્રતાપનગર બ્રિજ નજીકથી ગણપતિજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ જતિનભાઈ તેમના મિત્રો શૈલેષ પટણી અને મિનેશ ઉર્ફે મોટુ પટણી સાથે નાસ્તો કરવા ગયા હતા. ત્રણેય ચોખંડીથી નાની શાકમાર્કેટ વચ્ચે રાજસ્થાન કુલ્ફીની દુકાન નજીક આવેલી આર.જે. ચાઇનીઝ ફૂડ નામની લારી પર નાસ્તો કરવા પહોંચ્યા હતા.

Vadodara Ganeshotsav Clash: ફાળાની વાતને લઈને બોલાચાલી

ફરિયાદ મુજબ, નાસ્તો કરી રહ્યા હતા ત્યારે આર.જે. ચાઇનીઝ ફૂડના માલિક બિજેન્દ્રસિંહ વાઘેલાનો પુત્ર મહેશ વાઘેલા ત્યાં આવ્યો હતો. તેણે ગણેશોત્સવના આયોજન અને ફાળાને લઈને વાત શરૂ કરી હતી. મહેશે કથિત રીતે જણાવ્યું હતું કે ગણેશ તહેવાર તેઓ ઉજવે છે, પરંતુ તેનો ફાળો તેમના પર નાખવામાં આવે છે. આ મુદ્દે જતિનભાઈએ તેને કોને સંભળાવી રહ્યો હોવાનું પૂછતાં બંને વચ્ચે બોલાચાલી (Vadodara Ganeshotsav Clash) શરૂ થઈ હતી. બોલાચાલી (Vadodara Ganeshotsav Clash) ઉગ્ર બનતાં મહેશ કથિત રીતે દુકાનમાં ગયો હતો અને ત્યાંથી લાકડીનો દંડો લઈને આવ્યો હતો. આ દરમિયાન તેના પિતા બિજેન્દ્રસિંહ અને તેમની પત્ની પણ ત્યાં આવી ગયા હતા અને ગાળો બોલવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

યુવકને લાકડીના ફટકા માર્યાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, જતિનભાઈ અને તેમના મિત્રોએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન મહેશે લાકડી વડે મિનેશ ઉર્ફે મોટુ પટણી પર હુમલો કર્યો હતો. મિનેશના ડાબા હાથના બાવડાના ભાગે તેમજ કોણીથી નીચેના ભાગે લાકડીના ફટકા વાગતાં તેને ઈજા થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. હુમલો થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા.

જાનથી મારી નાખવાની ધમકીનો પણ આક્ષેપ

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ઘટનાસ્થળેથી જતા સમયે આરોપી મહેશે ત્રણેયને જોઈ લેવાની ધમકી આપી હતી. તેમજ ફરી હાથમાં આવી ગયા તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં મારામારીની ઘટના કેદ થયેલી જોવા મળે છે. CCTV ફૂટેજ અને ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં વધુ હકીકત બહાર આવશે

ગણેશોત્સવના ફાળા અને ખર્ચ બાબતે શરૂ થયેલી બોલાચાલી (Vadodara Ganeshotsav Clash) અંતે મારામારી સુધી પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ ઘટનાની સંપૂર્ણ હકીકત વધુ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:ગણેશોત્સવ પહેલાં સુરતમાં ફૂલ બજાર ગરમાયું

આ પણ વાંચો:સુરતમાં ગણેશોત્સવમાં અલ્પેશ કથીરિયાના સમર્થકો પર પોલીસની ડંડાવાળી

આ પણ વાંચો:ગણેશોત્સવ ક્યારે મનાવવામાં આવશે? જાણો સાચી સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત…