Delhi Gym Trainer Murder Update: નવી દિલ્હીના દક્ષિણ જિલ્લામાં આવેલા આયા નગર વિસ્તારમાં સોમવારે સવારે જિમ ટ્રેનરની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ બે હુમલાખોરોએ જિમ ટ્રેનર પર 10થી 12 રાઉન્ડ સુધી ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા ટ્રેનરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સવારે સાડા 10 વાગ્યાની આસપાસ બની ઘટના
મળતી માહિતી પ્રમાણે આ બનાવ સવારે આશરે સાડા 10 વાગ્યે બન્યો હતો. અચાનક થયેલા ગોળીબારના(Gym Trainer Murder) કારણે આયા નગર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી હતી.
#WATCH | Delhi: A gym trainer was shot dead in Aya Nagar, South Delhi. Two accused carried out the attack. The murder is suspected to be the result of a personal rivalry. The incident occurred at 10:30 AM. Around 10 to 12 rounds were fired: Delhi Police
(Visuals from the spot) pic.twitter.com/jAwVUf9JSu
— ANI (@ANI) September 14, 2026
CCTV ફૂટેજની મદદથી તપાસ
પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસનું માનવું છે કે ફૂટેજના આધારે બંને હુમલાખોરોની ઓળખ કરવામાં મદદ મળી શકે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને હત્યા પાછળ અંગત અદાવત હોવાની શંકા છે. મૃતકનો(Gym Trainer Murder) કોઈ વ્યક્તિ સાથે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હુમલાખોરોની ઓળખ અને હત્યા પાછળના ચોક્કસ કારણને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

આરોપીઓને પકડવા તપાસ તેજ
હત્યાને(Gym Trainer Murder) અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે તેવી પોલીસને આશા છે.
આ પણ વાંચો:LIVE: દિલ્હીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી: કાટમાળમાં લોકો ફસાયા હોવાની આશંકા
આ પણ વાંચો:દિલ્હીના સત્ય નિકેતન બિલ્ડિંગ હોનારતમાં ડીયુના 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના કરૂણ મોત
આ પણ વાંચો:દિલ્હીમાં ઘોંઘાટનો વિરોધ કરવા પર મણિપુરના સંગીતકાર વિક્રમસિંહની હત્યા; 8આરોપીઓ ઝડપાયા
