Food Recipe: જો તમે વર્કિંગ છો અને તમારી પાસે પરંપરાગત ‘ઉકડી ચે મોદક’ બનાવવા માટે ઘણો સમય ન હોય તો તમે ગૅસ પ્રગટાવ્યા વિના જ ફટાફટ મોદક (Instant Modak)ની રેસિપી તૈયાર કરી શકો છો.
ગણેશ ઉત્સવ (Ganeshotsav 2026)માં તમામેતમામ દિવસ બાપ્પાને પ્રસાદ ધરાવવા માટે સૌથી અગત્યની મીઠાઈ મોદક (Modak)ને માનવામા આવે છે. લોકો પોતાના ઘરે ગણેશજી (Lord Ganesha) માટે કેટલાયે પ્રકારના મોદક બનાવે છે. પરંતુ જો તમે વર્કિંગ છો અને તમારી પાસે પરંપરાગત ‘ઉકડી ચે મોદક’ અથવા અન્ય કોઈ મીઠાઈ બનાવવા માટે ઘણો સમય ન હોય તો તમે ગૅસ પ્રગટાવ્યા વિના અથવા તો વરાળે પકાવ્યા વિના જ ફટાફટ મોદકની રેસિપી (Instant Modak Recipe) તૈયાર કરી શકો છો.
ગણેશોત્સવ (Ganeshotsav)એટલે ભક્તિ અને શ્રદ્ધાનો મહોત્સવ! ગણેશ ચતુર્થી 2026 (Ganesh Chaturthi 2026)થી લઇને દસ દિવસ સુધી ઉજવાતા આ પાવન તહેવારે બાપ્પાના ભક્તજનોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ગણપતિની પૂજા (Ganpati Puja) દરમિયાન, ભક્તો એમને ભાત-ભાતના પ્રસાદ ધરાવીને રીઝવતા હોય છે. આમ જોઇએ તો, મોદક (Modak) એમનો અતિ પ્રિય પ્રસાદ ગણાય છે. સોમવારના રોજ 14મી સપ્ટેમ્બરે, આખા દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર (Ganesh Chaturthi Festival, 14 September 2026)ને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ઘણા બધા લોકોએ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના પણ કરી છે. આ પર્વ આનંદ-ઉલ્લાસનું પર્વ છે અને લોકો તમામ વિધિ-વિધાનનું યથાશક્તિ પાલન કરતા જોવા મળે છે. ભક્તજનો દ્વારા, દરરોજ ગણપતિદાદાની ભક્તિભાવપૂર્વક પૂજા, આરતી અને ભજન કરવા ઉપરાંત, બાપ્પાને રીઝવવા માટે ભાત-ભાતના પ્રસાદ (Prasad)પણ ધરાવવામાં આવે છે.
અહિં વિશેષ રુપે જણાવી દઈએ કે, આ રેસિપી બનાવવા માટે તમારે ઘણી વધારે સામગ્રીની આવશ્યકતા પણ નહિં પડે! કેવળ બે વસ્તુઓથી જ તમે મિનિટોમાં આ મીઠાઈ બનાવી શકે છે. તો ચાલો જાણીએ….શી રીતે બનાવશો બાપ્પાની આ ફેવરિટ મીઠાઈ (Sweet)?
શી રીતે બનાવશો ઈન્સ્ટન્ટ મોદક? (Instant Modak)
ઈન્સ્ટન્ટ મોદક બનાવવા માટે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
અડધો કપ નારિયેળનું મોટું છીણ
1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
મિક્સ ડ્રાયફ્રુટ અને ઈલાયચી પાવડર (વૈકલ્પિક)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક મોટું વાસણ લઇને એમાં કાચું કોપરું લઈને એને બારીક પીસી લો. જો તમે કોપરું છીણવા ન ઈચ્છતા હો તો બજારમાંથી કોપરાનું છીણ (Grated Coconut) પણ ખરીદી શકો છો.પરંતુ આ છીણ જાડું હોવું જરુરી છે. બારીક વાળું કોપરું ખાવામાં એટલું ટેસ્ટી નહિં લાગે!
2. હવે આ છીણમાં 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, ડ્રાય ફ્રુટ્સ અને ઈલાયચી પાવડર (Condensed milk, Dry fruits, and Cardamom powder) મિક્સ કરી લોય તમારું મોદકનું મિશ્રણ તૈયાર છે. આમાં ડ્રાય ફ્રુટ્સ અને ઈલાયચી પાવડર ઉમેરવો તદ્દન ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય તો જ એ વાપરવો.
3. હવે મોદકનો મોલ્ડ લઈને એમાં આ મિશ્રણ ઉમેરીને મોદક બનાવી લેવા. જો મોલ્ડ ન હોય તો તમે હાથેથી પણ મોદકનો શૅપ આપી શકો છો.
તો તૈયાર છે તમારો ઈન્સ્ટન્ટ મીઠાઈ મોદક (Instant Modak)…જેને તમે ગણપતિ બાપ્પાને ધરાવીને પ્રસાદ સ્વરુપે ગ્રહણ કરી શકો છો.
આ પણ વાંચો:
આ પણ વાંચો: ગણેશોત્સવ દરમિયાન બનાવો કોંકણની મશહૂર મીઠાઈ પટોલી…બાપ્પાને પ્રેમથી ધરાવો!
