Google Gemini AI Hacking Real Companies: ગૂગલના AI મોડેલ Geminiને લઈને સાયબર સિક્યોરિટી જગતમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક અહેવાલ અનુસાર, સાયબર સિક્યોરિટી ફર્મ Irregular દ્વારા કરવામાં આવેલા પરીક્ષણ દરમિયાન Geminiને એક સિમ્યુલેટેડ કંપનીના નેટવર્કમાં સાયબર એટેક કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. પરંતુ ટેસ્ટિંગ દરમિયાન થયેલી એક સેટિંગ ભૂલને કારણે AI સિસ્ટમને ઓપન ઇન્ટરનેટ સુધી પહોંચ મળી ગઈ અને તેણે કથિત રીતે ત્રણ વાસ્તવિક કંપનીઓના કમ્પ્યુટર સિસ્ટમ્સમાં અનધિકૃત પ્રવેશ મેળવી લીધો.
એક ભૂલથી બદલાઈ ગયું આખું ટેસ્ટિંગ
આ પરીક્ષણ ‘કૅપ્ચર ધ ફ્લેગ’ પ્રકારની સાયબર સિક્યોરિટી કસરત તરીકે કરવામાં આવી રહ્યું હતું. Google Geminiને એક કાલ્પનિક કંપનીમાંથી માહિતી મેળવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, કાલ્પનિક કંપનીનું નામ એક વાસ્તવિક કંપની સાથે મળતું આવતું હતું. ટેસ્ટિંગ વાતાવરણ સામાન્ય રીતે નિયંત્રિત અને સુરક્ષિત રાખવાનું હતું, પરંતુ માનવીય ભૂલના કારણે સિસ્ટમની ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ રહી નહોતી. ત્યારબાદ AIએ વેબ સર્ચનો ઉપયોગ કરીને ટાર્ગેટ સંબંધિત માહિતી શોધવાનું શરૂ કર્યું.
ઓનલાઈન ક્રેડેન્શિયલથી નેટવર્ક સુધી પહોંચ
અહેવાલ મુજબ, Google Geminiએ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને ઓનલાઈન ક્રેડેન્શિયલ્સ શોધવાનો પ્રયાસ કર્યો. કેટલીક પરિસ્થિતિમાં તેણે પાસવર્ડ્સ અંગે અનુમાન લગાવીને સુરક્ષિત નેટવર્કમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય ટેસ્ટ દરમિયાન સિસ્ટમને પબ્લિક ડેટા રિપોઝિટરીમાં મળેલા એક્સેસ ક્રેડેન્શિયલ્સ મળી આવ્યા હતા. ત્યારબાદ આ માહિતીનો ઉપયોગ કરીને બહારના કમ્પ્યુટર સિસ્ટમ્સ સુધી પહોંચ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વાસ્તવિક સિસ્ટમ હોવાનું સમજાયું ત્યારે શું થયું?
આ ઘટનાનો મહત્વનો ભાગ એ છે કે Google Geminiને જ્યારે સમજાયું કે તે સિમ્યુલેટેડ વાતાવરણને બદલે વાસ્તવિક કોર્પોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંપર્કમાં આવી ગયું છે, ત્યારે તેણે પોતાની કામગીરી રોકી દીધી હતી. ગૂગલ તરફથી આ ઘટનાને બગ બાઉન્ટી જેવી ટેસ્ટિંગ પરિસ્થિતિ સાથે સરખાવવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ, સિસ્ટમને વાસ્તવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે જાણ થતાં તેણે આગળની કાર્યવાહી અટકાવી હતી.
AIની વધતી સ્વાયત્તતા સામે મોટો સવાલ
આ ઘટના બાદ સાયબર સિક્યોરિટી નિષ્ણાતોમાં AI એજન્ટ્સની(Google Gemini) વધતી ક્ષમતાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે. AI સિસ્ટમને જ્યારે ઇન્ટરનેટ ઍક્સેસ, સર્ચ અને વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરવાની ક્ષમતા મળે છે ત્યારે માનવીય દેખરેખ કેટલી જરૂરી છે, તે અંગે નવા સવાલો ઊભા થયા છે. આ ઘટનાને કારણે AIની ક્ષમતા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ મુદ્દો AIને કયા પ્રકારની ઍક્સેસ અને સ્વાયત્તતા આપવામાં આવે છે તે બની ગયો છે. ભવિષ્યમાં આવા સિસ્ટમ્સને વાસ્તવિક નેટવર્ક સાથે જોડતી વખતે સુરક્ષા નિયંત્રણો વધુ કડક રાખવાની જરૂરિયાત પર આ ઘટનાએ ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો:AIની રફતાર પર બ્રેકની માંગ, ડારિયો અમોડેઈના પ્રસ્તાવને સેમ ઓલ્ટમેન અને એલન મસ્કનું સમર્થન
આ પણ વાંચો: બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠવાની શરૂઆત; ડાર્ક મેટર હોવાના મળ્યા સંકેતો
આ પણ વાંચો: જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી
