Food Recipe: જો ઈડલી અગાઉથી જ બનાવેલી હોય તો આ ઈડલી ફ્રાય રેસિપી (Idli Fry Recipe) બનતા ઝાઝી વાર નહિં લાગે! રાઈ, જીરુ અને મીઠા લીમડાના પાનનો વઘાર એના સ્વાદને ઓર વધારી દે છે.
દરરોજ સવારમાં નાસ્તામાં શું બનાવવું? દરેક કિચન સંભાળતી વ્યક્તિને આ યક્ષપ્રશ્ન નડતો જ હોય છે! તો ચિંતા ન કરો, તમારા માટે અમે સવાર-સવારમાં બની જાય એવી ઈડલી ફ્રાય (Idli Fry Recipe)ની લાજવાબ રેસિપી લઈને આવ્યા છીએ. આ રેસિપીની વિશેષતા એ છે કે એ ટેસ્ટી હોવા ઉપરાંત, હૅલ્ધી (Healthy) પણ છે. અને ખાસ બાબત એ છે કે આનો સ્વાદ મોટાથી લઈને નાના સુધી સૌ કોઈને પસંદ પડશે! જો ઈડલી અગાઉથી જ બનાવેલી હોય તો આ રેસિપી બનતા ઝાઝી વાર નહિં લાગે! રાઈ, જીરુ અને મીઠા લીમડાના પાનનો વઘાર એના સ્વાદને ઓર વધારી દે છે. તો ચાલો જાણી લઈએ, ઈડલી ફ્રાયની આ મસ્ત મજાની રેસિપી…
આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. સવાર-સવારમાં જો તમે કશુંક એવું ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને ગુણ એકસાથે ધરાવતું હોય તો આઈડલી ફ્રાય રેસિપી (Idli Fry Recipe) એક બહેતરીન વિકલ્પ હોઈ શકે છે.
ઇડલી કોને પસંદ ન હોય! આ એક હળવી અને મજેદાર ડિશ છે જે હૅલ્ધી (Healthy Dish) પણ એટલી જ હોય છે! બાળકો તો એના દિવાના હોય છે. નાસ્તામાં, લંચબોક્સ (Lunch Box)માં કે સવારના નાસ્તામાં આ મજેદાર વાનગીને ઓર પણ હૅલ્ધી અને મજેદાર બનાવવા માટે એમાં ચટપટી ઈડલીનો ટિ્વસ્ટ આપો. આ વડીલો જ નહિં પરંતુ, બાળકોને પણ ખૂબ પસંદ પડશે.
આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. આમ તો ઇડલી દક્ષિણ ભારતીય વાનગી (South Indian Dish) છે પણ સમગ્ર ભારતમાં એના ચાહકોએ એને રોજબરોજના આહારમાં અપનાવી લીધી છે. સવારનો નાસ્તો હોય કે બાળકોનું લંચ બોક્સ, ઇડલી (Idli) હોટ-ફેવરિટ છે!
શી રીતે બનાવશો ઈડલી ફ્રાય? (Idli Fry Recipe)
ઈડલી ફ્રાય રેસિપી બનાવવા માટે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
10-12 ઈડલી
1 ડુંગળી
1 ટમેટું
1 શિમલા મિર્ચ
1 લીલું મરચું
અડધી ચમચી રાઈ
અડધી ચમચી જીરું
અડધી ચમચી લાલ મરચું
અડધી ચમચી ધાણાજીરું
સ્વાદાનુસાર મીઠું
2 ચમચી તેલ
તાજી સમારેલી કોથમીર
1 ચમચી લીંબુનો રસ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ઈડલીના ખીરામાંથી ઈડલી (Idli) બનાવી લો. જો તમે સાંજે ઈડલી-સાંભારનું ડિનર બનાવ્યું હોય તો વધારે ઈડલી બનાવીને ફ્રીઝમાં એક ડબામાં રાખી શકો છો.
2. સવારે એને ફ્રીઝમાંથી કાઢીને નાના-નાના ટુકડા કરી લો.
3. એક કડાઈમાં તેલ મૂકો અને રાઈ-જીરાનો વઘાર કરી લો. એ તતડે એટલે એમાં મીઠા લીમડાના પાન અને લીલું મરચું લાંબુ સમારીને ઉમેરો.
4. ડુંગળી (Onion)ને ઝીણી સમારીને એમાં ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
5. ત્યારબાદ, ટમેટા અને શિમલા મિર્ચ (Tomato & Capsicum) ને પણ ઝીણા સમારીને ઉમેરી લેવા અને જ્યારે ટમેટાં ગળી જાય ત્યારે મીઠું અને મસાલા ઉમેરવા.
6. તમામ સામગ્રીને ધીમા તાપે શેકવી અને હવે સમારેલી ઈડલીને એમાં મિક્સ કરી લેવી. ઈડલીને હળવા હાથે મિક્સ કરવી નહિં તો એ ભાંગી શકે છે.
7. ઈડલીને હવે મધ્યમ તાપે ફ્રાય કરવી જેથી મસાલાનું કૉટિંગ થઈ જાય અને એના કિનારી થોડી ક્રિસ્પી (Crispy Dish) બની જાય.
8. હવે ગૅસ બંધ કર્યા બાદ ઉપરથી લીંબુનો રસ (Lemon Juice) અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લો.
તો તૈયાર છે તમારી ચટપટી ઈડલી ફ્રાય (Idli Fry Recipe)….જેને તમે અમસ્તી પણ ખાઈ શકો છો અને નારિયેળની ચટણી (Coconut Chutney) કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. આ વઘારેલી ઈડલી નાસ્તા (Breakfast)માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એ સ્વાસ્થ્યવર્ધક પણ છે આથી તમે એને ઠંડી કરીને બાળકો (Kids)ને લંચબૉક્સમાં પણ આપી શકો છો.
આ પણ વાંચો: નાસ્તામાં બનાવો લીલા મરચાવાળી ધમધમાટ તીખી મૂંગદાલ ઠેચા વાનગી…મહારાષ્ટ્રીયન સ્ટાઈલ રેસિપી…
આ પણ વાંચો: રવિવારે સવારે કે સાંજે ચાની મજા માણો…મસ્ત મજાના આલુ લચ્છા પકોડા સાથે!
આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…
