Gujarat News/ સેક્સ વર્કર પાસે ગયેલા ગ્રાહક સામે સીધો ગુનો બને? ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Gujarat High Courtએ ચુકાદો આપ્યો છે કે દેહવ્યવહારના સ્થળે માત્ર ગ્રાહક તરીકે હાજર રહેવું એ ફોજદારી ગુનો નથી. કોર્ટે વર્ષ 2010ની FIR અને કાર્યવાહી રદ કરી છે.

Gujrat Top Stories Ahmedabad Gujarat
Gujarat High Court

Gujarat High Court Sex Worker Customer: ગુજરાત હાઈકોર્ટે દેહવ્યવસાયના સ્થળે માત્ર ગ્રાહક તરીકે હાજર રહેનાર વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ સ્થળે દેહવ્યવસાય ચાલતો હોય અને કોઈ વ્યક્તિ ત્યાં માત્ર ગ્રાહક તરીકે હાજર હોય, તો માત્ર એટલા કારણસર તેની સામે કૂટણખાનું ચલાવવાનો કે દેહવ્યવસાય કરાવવાનો ગુનો બનતો નથી. આ મામલે કોર્ટે વર્ષ 2010થી પેન્ડિંગ FIR અને અરજદાર સામેની નીચલી અદાલતની સમગ્ર ફોજદારી કાર્યવાહી રદ કરી છે.

2010માં દરોડા બાદ નોંધાયો હતો કેસ

વર્ષ 2010માં પોલીસે એક સ્થળે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ(Immoral Traffic (Prevention) Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરોડા સમયે સ્થળ પર હાજર અરજદાર સામે પણ દેહવ્યવસાયનો(Sex work) અડ્ડો ચલાવવા સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અરજદારે FIR અને નીચલી અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટનો(Gujarat High Court) દરવાજો ખટખટાવ્યો હતો. અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ જે સ્થળે દરોડો પડ્યો તેના માલિક કે સંચાલક નહોતા. તેઓ કોઈ હોટેલ, ગેસ્ટ હાઉસ અથવા દેહવ્યવસાયનો વ્યવસાય ચલાવતા નહોતા અને ત્યાં માત્ર ગ્રાહક તરીકે હાજર હતા. તેથી કૂટણખાનું ચલાવવા અથવા તેના સંચાલન સાથે જોડાયેલી કાયદાકીય જોગવાઈઓ તેમના પર લાગુ કરી શકાય નહીં.

Gujarat High Court

પોલીસ પાસે સંચાલન કે આર્થિક લાભનો પુરાવો નહોતો

ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) પોલીસ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ(Chargesheet), કેસ ડાયરી અને અન્ય સામગ્રીની તપાસ કરી હતી. કોર્ટના(Gujarat High Court) અવલોકન મુજબ અરજદાર સ્થળનું સંચાલન કરતા હતા અથવા ત્યાંથી કોઈ આર્થિક લાભ મેળવતા હતા તે સાબિત કરતો નક્કર પુરાવો ઉપલબ્ધ નહોતો. માત્ર ગ્રાહક તરીકે કોઈ સ્થળે હાજર રહેવું કૂટણખાનું ચલાવવાનો ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી. હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે પૂરતા પુરાવાના અભાવે વર્ષ 2010થી ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ સમાન બની શકે છે. આથી અરજદાર સામેની FIR તેમજ નીચલી અદાલતમાં ચાલી રહેલી સમગ્ર કાર્યવાહી રદ કરવામાં આવી હતી.

કયા કિસ્સામાં કાર્યવાહી થઈ શકે?

કાયદા હેઠળ કૂટણખાનું (Brothel) ધરાવનાર, ચલાવનાર અથવા આવી જગ્યા ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ દેહવ્યવસાય માટે અન્ય વ્યક્તિને ધકેલતી હોય અથવા તેના સંચાલન સાથે સંકળાયેલી હોય તો પણ કાયદાકીય કાર્યવાહી (Legal proceedings) થઈ શકે છે. એટલે હાઈકોર્ટનો(Gujarat High Court) ચુકાદો દેહવ્યવસાયને કાયદેસર ઠેરવતો નથી, પરંતુ માત્ર ગ્રાહક તરીકે હાજરી અને દેહવ્યવસાયના સંચાલન વચ્ચેનો કાનૂની તફાવત સ્પષ્ટ કરે છે.


આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, લગ્ન બાદ પણ પુત્રીનો ખેડૂતનો દરજ્જો નહીં છીનવાય

આ પણ વાંચો: મોડાસા-શામળાજી હાઈવે પર ‘ફેમિલી સ્પા’ની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચો: સુરતના સરથાણા વિસ્તારમાં કુટણખાનું ઝડપાયું, કાફેની આડમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા